રહેણાક વિસ્તારમાં સ્પાના નામે ચાલતા ગોરખધંધાથી મહિલાઓ હેરાન
સરકારી અમલદારો સામે આત્મવિલોપનની ચીમકી આપતા ં બાહ્ય વિસ્તારના રહેણાકોમાં ચાલતા સ્પા બંધ કરવા પોલીસની સૂચના
અમરેલી: શહેરમાં આવેલ બાયપાસ વિસ્તારમાં ધમધમી રહેલ સ્પા મસાજને લઈને સ્થાનિકોમાં વિરોધનો સુર સામે આવ્યો છે.અયોધ્યા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા સ્પા બંધ કરવાની ઉગ્ર માંગ સાથે મહિલાઓએ સ્પા મસાજના બોર્ડ બેનર સળગાવી નાંખ્યા હતા. તેમજ પોસ્ટરો સળગાવી ઉગ્ર વિરોધ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.જોકે પોલીસ વડા દ્વારા હાલ સ્પા બંધ કરવાની સૂચના આપતા મામલે થાળે પડયો હતો.