પરિચિતે મ્યુચ્યુઅલ ફંડમાં જમા કરવાના બદલે અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા : મ્યુચ્યલ ફંડમં નાણાં રોકીને રૂ. 3 લાખના દર મહિને રૂા. 45,000 તેમજ બીજા ત્રણ લાખના અઠવાડીએ 30,000 નફો અપાવાની વાત કરતા લાલચમાં વૃદ્ધે 6 લાખ ગૂમાવી દીધા
અમરેલી, : અહી પાર્થ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે લોકોને ઊંચા વળતરની લાલચ આપી મોટા રોકાણ કરાવવા લોકોને પોસ્ટર દ્વારા પ્રેરિત કરી નાણા ઓળવી જવાની ઘટના બની છે .અહીના એક વૃદ્ધ ને એક પરિચિતે રૂા. 6 લાખ જેવી જંગી રકમનું રોકાણ કરાવી નફો આપવાની લાલચ આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.