સુરેન્દ્રનગર જિલ્લામાં યુવાધન ડ્રગ્સના રવાડે ચઢયું છે કે શું તે ખબર નથી પડતી,સુરેન્દ્રનગરમાં 2.95 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઈફતાજ પઠાણની ધરપકડ કરવામાં આવી છે,માલવણ પાટડી હાઈવે પર ડ્રગ્સ આપવા જતા આરોપી પકડાઈ ગયો છે,એક આરોપીનું નામ સામે આવ્યું તેની ધરપકડ બાકી હોવાની વાત પણ છે તો બીજી તરફ ડ્રગ્સ ક્યા અને કોને આપ્યું છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત પોલીસે ડ્ર્ગ્સને લઈ મશીન ખરીધ્યું
હાલમાં રાજ્યમાં ડ્રગ્સ પકડવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે એવામાં સુરત શહેર પોલીસ ઘણા સમયથી નશાના કારોબારને રોકવા અભિયાન ચલાવી રહી છે. ત્યારે વધતા જતા ડ્રગ્સના કેસની સંખ્યા અને યુવાનોને ડ્રગ્સની લતથી બચાવીને અવળા રસ્તે ચઢવાથી રોકવા માટે સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટિ નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ યુનિટ એક ખાસ એવા મશીનથી સજ્જ થઈ ગયું છે કે જેનાથી ચેક કરી શકાશે કે કોણે ડ્રગ્સ લીધું છે, એ પણ માત્ર 60 સેકન્ડમાં જ.
Say No To Drugs અભિયાન હેઠળ નવી પહેલ
સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી પહેલ શરૂ કરી છે જેમાં પોલીસ દ્વારા જે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢયા છે તે લોકોને ડ્રગ્સની લતથી કેમ દૂર કરી શકાય તેને લઈ કાઉન્સિલિંગ કરવામાં આવશે સાથે સાથે માતા-પિતા કે કોઈ મિત્ર પોલીસને માહિતી આપશે કે તેમના બાળકોને આ ડ્ર્ગ્સના રવાડાથી દૂર કરવા છે તો પોલીસની ટીમ કાઉન્સિલિંગ કરશે અને ડ્રગ્સની લત છોડાવવામાં મદદ પણ કરશે,સુરતના વેસુ પોલીસ સ્ટેશન ખાતે બનાવામાં આ ઓફીસ બનાવવામાં આવી છે.
ડ્રગ્સને લઈ પોલીસની સતર્કતા
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ સતત સતર્ક છે અને તેને લઈ કામગીરી પણ કરી રહી છે ત્યારે પોલીસ દ્વારા જે પણ ડ્રગ્સ પેડલરો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને જેલ હવાલે કર્યા છે,અમદાવાદ અને સુરતમાં અત્યાર સુધી સૌથી વધારે ડ્રગ્સ ઝડપાયું છે અને તેને લઈ પોલીસે પણ અલગ-અલગ જગ્યાએ દરોડા પણ પાડયા હતા,ત્યારે ગુજરાતના યુવાનો ડ્રગ્સના રવાડે ના ચઢે તેને લઈ પોલીસ પણ કામગીરી કરી રહી છે,ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી સૌથી વધારે ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતુ હોય છે.
ગુજરાતમાં ક્યાંથી આવે છે ડ્રગ્સ
ગુજરાતના કચ્છથી, પંજાબ બોર્ડર, નેપાળ અને મ્યામાંરના રસ્તેથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. જેમાં દરિયાઈ માર્ગેથી દાણચોરીથી આવતું અફઘાન હેરોઈન પણ સામેલ છે. પંજાબ અને ગુજરાત સહિત અનેક માર્ગો દ્વારા ડ્રગ્સ ભારતમાં આવે છે, જેમાં કચ્છનો રસ્તો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે.