દેશભરમાં ગુરુવારે દિપાવલીની ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઊજવણી કરી હતી. દેશભરમાં લોકો ભગવાનના આશિર્વાદ લેવા માટે મંદિર પહોંચી રહ્યા છે. બજારોમાં ખરીદદારોની પણ ભારે ભીડ છે. કેન્દ્રીય મંત્રી એલ મુરુગને પણ ચેન્નાઇમાં દિપાવલીનો ઉત્સવ ઉજવ્યો હતો. આ દરમિયાન તેમણે ફટાકડા પણ ફોડયા હતાં.
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશ દિવાળી મનાવી રહ્યો છે. આ દિવાળી દરેકે દરેક માટે ખાસ છે કેમ કે તમામની અપેક્ષાઓ અને તમામના સપના આ કેન્દ્ર સરકાર દ્વારા પુર્ણ કરવામાં આવી રહી છે. આપણા વડાપ્રધાને રામ મંદિરના નિર્માણનું અભિયાન શરૂં કર્યું હતું. જ્યારે રામ મંદિરનું નિર્માણ પુર્ણ થયું છે અને દેશને સમર્પિત કરવામાં આવ્યું છે ત્યારે તે પછીની આ પહેલી દિવાળી છે એટલા માટે જ મેં કહ્યું છે કે આ દિવાળી તમામ માટે ખાસ છે. હૈદરાબાદના ચારમિનારની નજીક આવેલા શ્રી ભાગ્યલક્ષ્મી મંદિરને ગુરુવારે રામમંદિરની થીમ પર સજાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો મંદિરે પહોંચી રહ્યા ચે અને માતા ભાગ્યલક્ષ્મીના આશિર્વાદ લઇ રહ્યા છે. લોકો મંદિરની રામ મંદિરની ડિઝાઇન સાથે ફોટો ખેંચાવતા નજરે પડયા હતાં.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશ આજે દિવાળી ઊજવી રહ્યો છે અને આ વર્ષની દિવાળી પણ ખાસ છે.