– જામનગર- રાજકોટ ધોરીમાર્ગ ફરી બન્યો રક્તરંજીત
– વાપીથી પોતાનાં વતન ભેંસદડ ગામે સ્કૂટર પર આવી રહેલો પરિવાર બોલેરોની ટક્કરે મોતને ભેટયો
જામનગર : જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રક્તરંજીત બન્યો છે.જામનગર- રાજકોટ હાઇ-વે પર ધ્રોલ નજીક જાયવા ગામ પાસે બોલેરોની ઠોકરે એકટીવા સ્કૂટર ચડી જતાં સ્કૂટર ચાલક ભેંસદડ ગામના વતની એવા પતિ,પત્ની અને તેમની ચાર વર્ષની બાળકી એમ ત્રણેયના મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી પ્રસરી છે. વાપી થી પોતાના વતન ભેંસદડ ગામે એક્ટિવામાં આવતી વખતે જાયવા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત નડયો હતો.