દિલ્હીથી આવેલી આરોગ્યની ટીમના સુખપરમાં દિવસભર ધામા
મિરજાપર સબ સેન્ટરમાં મમતા દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ ટી.બી.ના દર્દીઓને મળ્યાઃ તા. ૨૩ સુધી કચ્છમાં તપાસ અને સમીક્ષા
ભુજ: જાહેર આરોગ્ય સેવાના વિવિધ તબીબી વિભાગ માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ ગ્રાન્ટનો લાભાર્થીઓને લાભ મળે છે કે કેમ ? તે જાણવા અને આરોગ્ય સુવિધાની સમીક્ષા માટે દિલ્હીથી ખાસ ટીમ કચ્છ પહોંચી છે.