Choosing the Name of Cyclones: ચક્રવાતી તોફાન દાના ‘દાનવ’ બનીને ગુરુવારે મોડી રાત પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું. ઓડિશામાં 10લાખથી વધુ જ્યારે બંગાળમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યો પર વાવાઝોડાંની અસર થઈ હતી. પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે વાવાઝોડાનું નામ કોણ અને કેવી રીતે રાખે છે? શું આ અંગે કોઈ દેશ પાસે કોઈ પ્રોટોકોલ છે? ચાલો જાણીએ કે વાવાઝોડાને નામ આપવાના નિયમો શું છે.
વાવાઝોડાનું નામ કેવી રીતે પસંદ કરવામાં આવે છે?
વાવાઝોડાને નામ આપવાનું કામ યુનાઈટેડ નેશન્સની (UN) સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા (WMO) કરે છે. આ સંગઠન સાથે કુલ 185 દેશો જોડાયેલા છે. વાવાઝોડાની પ્રવૃત્તિ માટે જવાબદાર એવા 5 પ્રાદેશિક હવામાન કેન્દ્રોમાંથી દરેક તેમની યાદીમાંથી નામ પસંદ કરે છે. આ નામો સામાન્ય રીતે ટૂંકા, યાદગાર અને જેન્ડર ન્યુટ્રલ હોય છે.
ભારતમાં વાવાઝોડાનું નામકરણ
ભારતીય હવામાન વિભાગ (IMD) બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાને નામ આપે છે. IMD એ વર્ષ 1973માં તેની પ્રથમ નામકરણ યાદી જાહેર કરી હતી, જેમાં 84 નામ સામેલ હતા. 2004માં આ યાદીને 140 નામો સુધી વિસ્તૃત કરવામાં આવી હતી.
વાવાઝોડાના નામકરણની પ્રક્રિયા
– IMD વાવાઝોડાની મોસમ માટે સંભવિત નામોની યાદી એક વર્ષ અગાઉથી તૈયાર કરે છે.
– યાદીમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેના નામ શામેલ છે, જે 14 ભાષાઓમાંથી એકમાં હોય છે.
– જ્યારે વાવાઝોડું આવે છે, ત્યારે IMD તે પ્રદેશ માટે નામાંકિત સૂચિમાંથી એક નામ પસંદ કરે છે.
– પ્રથમ નામ અરબી સમુદ્રમાં બનેલા પ્રથમ વાવાઝોડાને આપવામાં આવ્યું છે અને તે પછી બંગાળની ખાડીમાં બનેલા વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે.
– જો એક જ સિઝનમાં બહુવિધ વાવાઝોડા રચાય છે, તો પછીના નામોનો ઉપયોગ કરવામાં આવે છે.