31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતહનીટ્રેપ : યુવતીએ મદદ કરનારનું નામ કબૂલ્યું, ઝડપી લેવા પોલીસે ટીમ બનાવી...

હનીટ્રેપ : યુવતીએ મદદ કરનારનું નામ કબૂલ્યું, ઝડપી લેવા પોલીસે ટીમ બનાવી | Honeytrap: Girl admits name of helper police team formed to nab



– યુવતીના મોબાઈલ કોલ ડીટેઇલની પોલીસે તપાસ હાથ ધરી 

– શહેરના એધેવાડા નજીક રહેતી યુવતીએ તબીબને ઘરે બોલાવી પીણું પીવડાવી બેભાન બનાવી અશ્લીલ ફોટા, વિડિયો ઉતાર્યા હતા 

ભાવનગર : ભાવનગર શહેરમાં રહેતાં અને ખાનગી હોસ્પિટલ સાથે સંકળાયેલા નામાંકીત તબિબને યુવતીએ હનીટ્રેપમાં ફસાવી,અશ્લીલ ફોટા,વિડિયો ઉતારી , પાંચ લાખ રૂપિયા અને સ્વિફ્ટ કારની માંગણી કરતા તબીબે યુવતી વિરૂદ્ધ ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન યુવતીને મદદ કરનાર શખ્સનું નામ કબુલતા પોલીસે યુવતીના મદદગારને ઝડપી લેવા માટે ટીમ બનાવી છે.

આ બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગરના નામાંકીત તબીબ હની ટ્રેપનો શિકાર બન્યા હતા.પાંચ દિવસ પૂર્વે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા નામાંકીત તબીબે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એવા મતબની ફરિયાદ નોંધાવી હતી કે,દિવાળીના દિવસો દરમિયાન ગવુબેન ઉર્ફે ગૌરીબેન વલ્લભભાઈ ઢાપા એ અધેવાડા ખાતે આવેલ ઓમ રેસીડેન્સી ગોવર્ધનનગરના પાંચમા માળે દિવાળી તહેવાર નિમિતે બોલાવ્યા હતા.જોકે તબીબ યુવતી સાથે અગાઉથી પરિચયમાં હોય તબીબ અધેવાડા પહોંચ્યા હતા.અને યુવતીએ સફેદ કલરની પ્રવાહી પીવડાવી તબીબને બેભાન બનાવી તબીબના અશ્લીલ વિડીયો અને ફોટા ઉતારી લીધા હતા. અને પછી તબીબને બ્લેક મેલિંગ કરી રૂપિયા પાંચ લાખ અને સ્વીટ કારની માંગણી કરી હતી.અને રૂપિયા,કાર નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે ભરતનગર પોલીસે ગવુબેન ઉર્ફે ગૌરીબેન વલ્લભભાઈ ઢાપાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.અને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવી હતી.ભરતનગર પોલીસે ગવુબેન ઉર્ફે ગૌરીબેનની સાધન પૂછપરછ કરી છે.તેમજ યુવતીની મોબાઈલ કોલ ડીટેઇલનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે.રિમાન્ડ દરમિયાન પુવતીએ મો ખોલ્યું હતું.મદદકરનાર ચેતનસિંહ નામના શખ્સનું નામ ખૂલતા ભરતનગર પોલીસે ટીમો બનાવી શખ્સને ઝડપી લેવા જાળ બિછાવી હોવાનું ડીવાયએસપી સિંઘલે જણાવ્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય