Home Remedies For Acidity: ઘણી વખત હેવી અને મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં બળતરા અને પાચન સબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમે ઘરેલું ઉપચારની મદદથી છાતીમાં બળતરા અને એસિડિટીની સમસ્યાને દૂર કરી શકો છો. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે અપચો, બળતરા અને પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
જીરું, લીંબુ અને કાળું મીઠું
જો તમને છાતીમાં કે પેટમાં બળતરાની સમસ્યા થઈ રહી હોય તો જીરું, લીંબુ અને કાળા મીઠાનું મિશ્રણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.