– પાલિતાણાના હડમતિયા ગામ પાસે બન્યો બનાવ
– સાવરકુંડલાના વંડા ગામનો યુવક બાઈક લઈને વ્યવહારિક કામે સોનપરી આવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : તળાજામાં બનેલાં હીટ એન્ડ રનનો બનાવ તાજો જ છે તેવામાં પાલિતાણાના સોનપરી ગામે મોટરસાઈકલ પર વ્યવહારિક કામે આવી રહેલાં વંડા ગામના યુવકને હડમતિયા ગામ નજીક અજાણી કારે અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું મોત નિપજયું હતું. જયારે, અક્સ્માત સર્જીને કારચાલક નાસી છૂટયો હતો. હીટ એન્ડ રનના આ બનાવમાં પાલિતાણા ટાઉન પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.