19.9 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
19.9 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદRajkot-બગોદરા હાઈવે પર ભારે ટ્રાફિકજામ, વાહનચાલકો કલાકો સુધી રોડ પર અટવાયા

Rajkot-બગોદરા હાઈવે પર ભારે ટ્રાફિકજામ, વાહનચાલકો કલાકો સુધી રોડ પર અટવાયા


અમદાવાદથી રાજકોટને જોડતો હાઈવે મુસાફરી કરતા લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે,આ હાઈવેની વાત કરવામાં આવે તો બગોદરાથી રાજકોટ હાઈવે પર સાત-આઠ કિમી લાંબી લાઈનો લાગી છે અને વાહનચાલકો આ ટ્રાફિકજામમાં ફસાઈ ગયા છે,રોજ મુસાફરી કરતા લોકોનું કહેવું છે કે બ્રિજની કામગીરી ચાલી રહી છે અને ગોકળગતિએ કામગીરી ચાલી રહી હોવાથી કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ જવાય છે અને તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી.

ઈમરજન્સી વાહનો પણ ફસાય છે ટ્રાફિકમાં

આ સમગ્ર ટ્રાફિકને લઈ વાત કરવામાં આવે તો ઈમરજન્સી વાહનો પણ આ ટ્રાફિકજામમાં ફસાય છે,કયારેક એમ્બ્યુલન્સ કો કયારેક પોલીસના વાહનો પણ આ જામમાં ફસાઈ જાય છે પરંતુ કયારેક કોઈ ઈમરજન્સી વાહનને જગ્યા નહી મળે અને કોઈનો જીવ જશે તો કોણ જવાબદાર રહેશે બીજી તરફ પોલીસને કોઈ ઈમરજન્સી કોલ મળશે અને તે ટ્રાફિકમાં અટવાઈ રહેશે તો શું થશે તે તમે પણ વિચારી શકો છે,છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી આવી રીતે ટ્રાફિકજામની સમસ્યા આ રોડ પર થાય છે,ત્યારે તંત્ર જરૂરી ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

હાઈવે ધોવાતા 7 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદ-રાજકોટ હાઈવે ધમધમતો હાઈવે છે,આ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે,પરંતુ રોડ પર કપચી ઉખડી જતા આ રોડ ખરાબ બની ગયો છે.બગોદરા પાસે ભોગાવો નદીના પુલ પર પણ ખાડા જોવા મળ્યા છે.સાથે સાથે પોલીસ પણ ટ્રાફિક મેનેજ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે,આ રોડ કયારે સારો થશે તેની કોઈ ગેરંટી નથી,પરંતુ ખરાબ રોડના કારણે વાહન વ્યવહારને ભારે અસર થાય છે અને ટ્રાફિક જામની સમસ્યા રહે છે.વાહનચાલકોનું કહેવું છે કે અમદાવાદથી રાજકોટ જઉં હોય તો પહેલા 3 કલાક લાગતા હતા અને હવે 4 કલાકથી વધારેનો સમય લાગી રહ્યો છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય