ગરમ બપોર હોય કે ભેજવાળી રાત, આ ઋતુ તમને માત્ર પરસેવો જ નહીં કરાવે પણ શરીર પર ઊંડી અસર પણ કરે છે. લોકો ઘણીવાર વિચારે છે કે શિયાળામાં હાર્ટ એટેક વધુ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં પણ હૃદય માટેનું જોખમ એટલું જ ગંભીર હોઈ શકે છે? ઘણી વખત આપણે આપણી નાની રોજિંદી આદતો પર ધ્યાન આપી શકતા નથી, જે ઉનાળાની ઋતુમાં હાર્ટ એટેકનું મુખ્ય કારણ બની શકે છે.
શરીરમાં ડિહાઇડ્રેશન
ઉનાળામાં ગરમીના કારણે ખૂબ પરસેવો થાય છે અને તેના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગે છે. અને તેના લીધે શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થવાથી લોહી જાડું થઈ જાય છે અને હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.
- દિવસભર પુષ્કળ પાણી પીવો, ખાસ કરીને જ્યારે તમે બહાર જઈ રહ્યા હોવ
- નારિયેળ પાણી, લીંબુ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર પીણાં પીવો
અતિશય ગરમીની સમસ્યા
જ્યારે શરીર સતત તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીના સંપર્કમાં રહે છે, ત્યારે સમસ્યા વધે છે. આનાથી શરીરના તાપમાન નિયંત્રણ પ્રણાલીમાં ખલેલ પહોંચી શકે છે અને બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે અથવા વધી શકે છે. ખાસ કરીને જેઓ પહેલાથી જ હાઈ બીપી અથવા હૃદય રોગથી તકલીફ હોય તે લોકોને ખાસ કાળજી રાખવી જોઈએ.
- બપોરે બહાર જવાનું ટાળવું જોઈએ, તેના બદલે સાંજે કે વહેલી સવારે જવું.
- હળવા અને ઢીલા કપડાં પહેરો.
- જો તમે ઘરમાં હોય કે ઓફિસમાં એસી ના હોય, તો ઠંડી જગ્યાએ રહો અને પંખાનો ઉપયોગ કરો.
અતિશય શારીરિક પ્રવૃત્તિ અને કસરત
ઉનાળામાં, ઘણા લોકો વજન ઘટાડવા માટે સવારે વહેલા અથવા બપોરે તડકામાં કસરત કરવાનું શરૂ કરે છે. આ સમયે શરીર પહેલેથી જ ગરમ હોય છે અને જ્યારે આપણે તેના પર વધુ દબાણ મૂકીએ છીએ, ત્યારે તે હૃદયને અસર કરી શકે છે.
- તમારા વર્કઆઉટ્સનો સમય સવારે વહેલા અથવા સાંજે જ્યારે તાપમાન ઓછું હોય ત્યારે નક્કી કરો.
- કસરત કરતી વખતે વિરામ લો અને પાણી પીતા રહો
- શરીરના થાકને અવગણશો નહીં, તે હૃદય પર વધુ પડતું દબાણ હોવાનો સંકેત હોઈ શકે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.