ભારતીય રસોડું ઔષધીય ગુણોનો ભંડાર છે. તેમાં જોવા મળતા દરેક મસાલા માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્યને પણ ઘણી રીતે ફાયદો આપે છે. આવો જ એક મસાલો ધાણા છે. રસોડામાં અમુક વાનગીને છોડી બધામાં ધાણાનો ઉપયોગ થાય છે. મોટાભાગે પાવડર રીતે થાય છે, પરંતુ તેના બીજ પણ ગુણોથી ભરપૂર હોય છે.
ડાયાબિટીસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ રોગને ફક્ત નિયંત્રિત કરી શકાય છે. આ માટે, ઘણીવાર નિયમિત દવાઓ લેવી પડે છે. ધાણાના બીજ ડાયાબિટીસને લેવલ રાખવામાં મદદ કરે છે. એક અભ્યાસ મુજબ, ધાણાના બીજના અર્કમાં કેટલાક કમ્પાઉન્ડ એવા હોય છે જે એન્ટિ-હાયપરગ્લાયકેમિક, ઇન્સ્યુલિન ડિસ્ચાર્જિંગ અને ઇન્સ્યુલિન ગતિને સુધારી શકે છે. તે શરીરમાં ગ્લુકોઝના સ્તરને લેવલમાં રાખવામાં મદદ કરે છે.
પાચનતંત્ર સુધારે છે
બદલાતા લાઈફસ્ટાઈલના કારણે પાચનતંત્ર સૌથી મોટી સમસ્યા બની ગયું છે. ધાણાના બીજમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ડાયેટરી ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે લીવરને ટેકો આપીને પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. જો તમે પાચનતંત્રની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, તો આ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સ્કિનની સમસ્યાઓમાં રાહત
એક સંશોધન મુજબ, ધાણાના બીજ સ્કિનની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. તે ખરજવું, ખંજવાળ, ફોલ્લીઓ અને સોજો જેવી વિવિધ સ્કિન સમસ્યાઓથી રાહત આપી શકે છે. ધાણાના બીજમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો હોય છે, જે મોંના ચાંદા અને ઘાને મટાડવામાં પણ મદદ કરે છે.
વાળનો ગ્રોથ વધારો
વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા છે. જો તમે આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો ધાણાના બીજ રાહત આપી શકે છે. ધાણાના બીજ વાળ ખરતા અટકાવવામાં અને નવા વાળના ગ્રોથ માટે મૂળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને વાળ ખરવાની સમસ્યાથી રાહત આપે છે.
કોલેસ્ટ્રોલ સ્તરને નિયંત્રિત કરો
શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી ઘણી બીમારીઓનું જોખમ વધે છે. તેનાથી હૃદયરોગનું જોખમ વધે છે. તેનાથી સ્ટ્રોક પણ થઈ શકે છે. શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તે માટે ધાણાના બીજનો પણ ઉપયોગ કરી શકાય છે. ધાણાના બીજમાં કોરિએરિન નામનું સંયોજન હોય છે, જે લિપિડ પાચનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.