પ્રોટીન આપણા શરીર માટે જરૂરી છે. ઘણી વાર આપણા શરીરમાં એવા તત્વોની ઉણપ થઈ જાય છે, જેના કારણે બીમાર પણ થવાય છે. પ્રોટીન પણ તેમાંથી એક છે. જો સારી માત્રામાં પ્રોટીન લેવામં આવે તો તે શરીર માટે ફાયદકારક છે અને જો વધારે પડતું પ્રોટીન લેવામાં આવે તો પ્રોટીન ડેફિશિયેંસીની સમસ્યા પણ થઈ શકે છે. જણાવી દઈએ કે પ્રોટીન માંસપેશીઓ, સ્કિન અને વાળ માટે જરૂરી હોય છે. તેની ઉણપ થવાથી શરીર નબળું પડી જાય છે, વાળ ખરવા લાગે છે અને સ્કિનમાં પણ સમસ્યા થઈ શકે છે.
પ્રોટીન શરીર માટે જરૂરી છે
પ્રોટીન શરીરમાં નવા સેલ્સ બનાવામાં મદદ કરે છે. જેમ કે જો શરીર પર ઘા વાગે તો શરીરમાં રહેલ પ્રોટીન તે ઘા ને મટાડવામાં મદદ કરે છે. પ્રોટીનને પૂરતી માત્રામાં લેવામાં આવે તો શરીરના હાડકા મજબૂત બને છે. પ્રોટીન શરીર માટે ફાયદાકારક છે.
પ્રોટીનની ઉણપથી થશે શરીરને સમસ્યા
- માંસપેશીઓને પ્રોટીનની જરૂર વધારે હોય છે પ્રોટીન નહી હોય તો માંસપેશીઓ નબળી પડવા લાગશે.
- ભૂખ ઓછી લાગવાથી શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ શકે છે.
- પ્રોટીનની ઉણપના કારણે સગુર અને જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય છે.
- પ્રોટીનની ઉણપના કારણે વાળ અને નખને પણ નુકસાન થઈ શકે છે.
પ્રોટીનમાં હોય છે નેચરલ સોર્સ
પ્રોટીનની સૌથી વધારે માત્રા સોયાબીન, સ્પ્રોઉટ્સ, બીન્સ, વટાણા, બટાકા, મશરૂમમાં હોય છે. જે તમા પણ શરીરમાં પ્રોટીનની માત્રાને વધારવા માગો છે તો આ શાકભાજી અને ફ્રુટનું સેવન કરવું જોઈએ.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.