28.2 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
28.2 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: વરસાદની ઋતુમાં સ્વસ્થ રહેવા ભોજનમાંથી આ આહાર કરો દૂર, નિષ્ણાતની સલાહ

Health: વરસાદની ઋતુમાં સ્વસ્થ રહેવા ભોજનમાંથી આ આહાર કરો દૂર, નિષ્ણાતની સલાહ


ચોમાસાની સિઝન શરૂ ગઈ છે. દેશભરમાં ઉત્તરભારતથી લઈને દક્ષિણ ભારતમાં વરસાદી તબાહી મચાવી છે. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદમાં લોકોને ટેસ્ટી ફરસાણ બહુ પસંદ આવે છે. પરંતુ સ્વાદની મજા લેવા જવામાં કયારે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. વરસાદની સાથે બેકેટેરિયલ બીમારીનો પ્રકોપ પણ વધે છે.

વરસાદની ઋતુ પોતાની સાથે શરદી, ખાંસી અને ફ્લૂ જેવા ગંભીર રોગોનું જોખમ પણ લાવે છે. વરસાદની સિઝન શરૂ થઈ છે એટલે તમે સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા આહારમાં કાળજી રાખો. વરસાદની ઋતુ પોતાની સાથે શરદી, ખાંસી અને ફ્લૂ જેવા ગંભીર રોગોનું જોખમ પણ લાવે છે. વરસાદની સિઝન શરૂ થઈ છે એટલે તમે સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા આહારમાં કાળજી રાખો. 

વરસાદની ઋતુમાં આહાર ખાવાનું ટાળો

મસાલેદાર તળેલું ભોજન: વરસાદની સિઝનમાં લોકોને મેથીના ગોટા અને દાળવડાં જેવા તળેલા નાસ્તા ખાવાનું બહુ મન થાય છે. પરંતુ આ સિઝનમાં આપણું પાચનતંત્ર નબળું પડી જાય છે. આવી સ્થિતિમાં, વધુ મસાલેદાર અને તળેલા ખોરાકને પચાવવામાં મુશ્કેલી પડે છે. આ સિઝનમાં જો તમે સમોસા, ચિપ્સ અને પકડો જેવા નાસ્તાને દિનચર્યામાં સામેલ કરશો તો ગેસ, એસિડિટી અને અપચોની સમસ્યાઓનું કારણ બની શકે છે. કોઈપણ બીમારીનું મુખ્ય કારણ પેટ સંબંધિત સમસ્યા હોય છે.

સીફૂડ અને મશરૂમ : લોકો વજન વધારવા સી-ફૂડને ભોજનમાં સમાવેશ કરે છે. કારણ કે તેમાં વધુ પ્રોટિન હોય છે. પરંતુ ચોમાસાની સિઝનમાં  સીફૂડ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે વરસાદની ઋતુ માછલીઓ અને અન્ય દરિયાઈ જીવો માટે પ્રજનન ઋતુ હોય છે. અને આવા સમયે જો આ ફૂડનું સેવન કરવામાં આવે તો ઘણા પ્રકારના ચેપ અને ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી શકે છે

લીલા પાંદડાવાળા શાકભાજી  : સારા સ્વાસ્થ્ય માટે, ઘણીવાર લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ વરસાદની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી ખાવાથી તમે બીમાર થઈ શકો છો. ચોમાસા દરમિયાન, આ શાકભાજીમાં રહેલા જંતુઓ શાકભાજીને દૂષિત કરે છે. તેનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગોનું જોખમ વધી શકે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય