28.2 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
28.2 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: કિડનીમાં પથરીની સમસ્યાથી રાહત મળશે, ઘરના કુંડાના આ છોડની બનાવો Tea

Health: કિડનીમાં પથરીની સમસ્યાથી રાહત મળશે, ઘરના કુંડાના આ છોડની બનાવો Tea


આજે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાનું પ્રમાણ વધ્યું છે. કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીની સાથે લોકોમાં કિડની સંબંધિત ફરિયાદ પણ વધી છે. કિડનીમાં પથરી થવી અત્યારે સામાન્ય બાબત બની છે. પરંતુ કેટલીક વખત આ પથરીનો દુઃખાવો એટલો ભયંકર હોય છે કે દર્દીને ઇન્જેકશન લેવા પડે છે.

પથરી થવાના અનેક કારણો

પથરી થવાના અનેક કારણો છે. કેટલાક લોકો પથરી થવાની ટ્રિટમેન્ટ કરાવે છે તો ફરી થતી નથી. પરંતુ કેટલાક લોકોની શરીર રચના અને ખાનપાનની આદતોના કારણે લેસર ટ્રીટમેન્ટથી પથરી કાઢયા બાદ પણ તેમને વારંવાર પથરી થાય છે.હાલમાં ઉત્તરપ્રદેશની એક મહિલાને પેટમાં અસહ્ય દુઃખાવો થતાં પરીક્ષણ કરાયું. ત્યારે કિડનીમાં પથરી હોવાની પુષ્ટિ થઈ. આ મહિલાએ પથરી દૂર કરવા લેસર ટ્રિટમેન્ટ કરવાના બદલે ઘરેલુ ઉપચાર પસંદ કર્યો. આ સાથે મહિલાઓ પોતાના આહારમાં પણ બદલાવ કર્યો. આ ઘરેલુ ઉપચારથી પથરી દૂર થઈ ગઈ અને મહિલાનું સ્વાસ્થય પણ વધુ તંદુરસ્ત થયું.

કિડની સ્ટોન દૂર કરવા ઘરેલુ ઉપચાર

જાણો આ મહિલાએ પથરી દૂર કરવા કયો ઘરેલું ઉપચાર કર્યો. કિડનીમાં સ્ટોન હોય અને તમને અસહ્ય દુઃખાવો રહેતો હોય તો તમે આ ચાનું સેવન કરશો તો જરૂર લાભ થશે. આ માટે તમારે બજારમાંથી કોઈપણ પ્રકારની એન્ટીબાયોટિક દવા કે આર્યુવેદિક દવા લાવવાની જરૂર નથી. તમે ઘરમાં ઉગાડતા છોડને ચામાં નાખી તેની ચા પીશો તો જરૂર લાભ થશે. ઘરનો આ છોડ લગભગ તમામ લોકોનો ઘરમાં હોય છે.

ચા માં નિયમિત નાખો તુલસી થશે લાભ

આપણા દરેકના ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસીનો ઉપયોગ કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. કિડનીમાં પથરીની સમસ્યા હોય તો તમે તુલસીની ચાનું નિયમિત સેવન કરો. તુલસીમાં રહેલ ઘટક પથરીના દુઃખાવામાં રાહત આપશે. આ ઉપરાંત એક કરતાં વધુ પથરી હોય તો પણ તુલસીની ચાનું સેવન કેટલાક સંજોગોમાં નાના સ્ટોનને  ઓગાળવામાં મદદ કરે છે. કિડનીમાં રહેલ પથરી વધુ મોટી ના હોય તમે લગભગ પંદર દિવસ સુધી તમે ચામાં તુલસી નાખી તેનું સેવન કરશો તો મૂત્ર વાટે પથરી બહાર નીકળી જશે.  તુલસીના એન્ટિ-લિથિયાસિસ ગુણધર્મો પથરીના કદને તોડવા અને સંકોચવામાં તેમજ તેમની રચનાને રોકવામાં મદદ કરે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય