આજે લોકો ફિટનેસ પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા પૌષ્ટિક આહારની સાથે જીમમાં પણ જતા હોય છે. છતાં પણ કયારેક તેઓ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાને લઈને ફરિયાદ કરતા રહે છે. આજની ભાગદોડવાળી લાઈફના કારણે લોકો ઇચ્છે છે કે શરીરમાં થતો દુઃખાવો જલદી દૂર થઈ જાય. જેથી તેઓ પોતાના રોજિંદા કામમાં વધુ સરળતાથી કરી શકે. દુઃખાવા અને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મેળવવા લોકો પેઇન કિલર લેવા લાગે છે.
પેઈન કિલર લેવાની આદત બની શકે ગંભીર
બાળકો હોય કે પછી યુવાનો હોય કે પછી મહિલાઓ અને પુરુષો પણ જાણો કોઈ સ્પર્ધામાં ભાગી લીધો હોય તેમ ભાગદોડ કરી રહ્યા છે. આધુનિક સમયમાં ટેકનોલોજીએ જીવન સરળ બનાવ્યુ છે છતાં લોકોમાં સ્ટ્રેસ જોવા મળે છે. અને તેની અસર તેમના શરીર પર થાય છે. શરીરમાં થતા દુઃખાવા દૂર કરવા વિચાર કર્યા વગર ચણા-મમરાની જેમ લોકો પેઈનકિલર લેતા હોય છે. પરંતુ નાની-નાની વાતમાં લેવાતી આ પેઈન કિલર કયારેક મોટી સમસ્યા સર્જી શકે છે.
આ પેઈન કિલર સ્વાસ્થ્ય માટે વધુ જોખમી હોવાનું આરોગ્ય નિષ્ણાત પણ જણાવે છે. જાણો સ્વાસ્થ્ય પર થાય છે શું અસર
- લોકો પીડામાંથી જલદી છુટકારો મેળવવા પેરાસીટામોલ, આઇબુપ્રોફેન, ડિક્લોફેનાક જેવી પેઈન કિલર લેતા હોય છે. આ દવાઓમાં પ્રોસ્ટાગ્લાન્ડિન નામના રસાયણ રહેલું છે જે પીડાના અવરોધે છે. જ્યારે તેમનું સ્તર ઘટે છે, ત્યારે આપણને રાહત મળે છે.
- પેઇન કિલર વારંવાર લેવામાં આવે તો લીવર પર જોખમ વધે છે. વધુ પડતી પેરાસિટામોલ જેવી પેઈન કિલરનું સેવન કોષોને નુકસાન પહોંચાડી શકે છે અને લાંબા સમય સુધી સેવન કરવાથી હેપેટાઇટિસ અથવા લીવર ફેલ્યોર થઈ શકે છે.
- NSAIDs (જેમ કે Ibuprofen, Diclofenac) કિડનીને રક્ત પુરવઠા પર અસર કરે છે. આ ધીમે ધીમે કિડનીના કાર્યને નબળું પાડી શકે છે અને ક્રોનિક કિડની રોગ તરફ દોરી શકે છે.
- NSAIDs ના સતત ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓનું જોખમ પણ વધે છે, ખાસ કરીને વૃદ્ધોમાં. NSAIDs (જેમ કે Ibuprofen, Diclofenac) કિડનીને રક્ત પુરવઠા પર અસર કરે છે. આ ધીમે ધીમે કિડનીના કાર્યને નબળું પાડી શકે છે અને ક્રોનિક કિડની રોગ તરફ દોરી શકે છે.
- પેઈન કિલરના સતત ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓનું જોખમ પણ વધે છે, ખાસ કરીને વૃદ્ધોમાં. આ દવાની ગંભીર અસર થાય છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.