બ્લડ ડોનેટ કરવું એ ખૂબ સારું કામ છે. દરેક સ્વસ્થ વ્યક્તિએ બ્લડ ડોનેટ કરાવું જોઈએ. જો એક વ્યક્તિ બ્લડ ડોનેટ કરે તો તે ત્રણ લોકોના જીવને બચાવી શકે છે. દર વર્ષે 14 જૂને World Blood Donor Day ઉજવવામાં આવે છે. આ દિવસે બધા બ્લડ ડોનેટરોને સમ્માન આપે છે. આ વર્ષે વલ્ડ બ્લડ ડોનર ડેને 20 વર્ષ પૂરા થશે. પરંતુ શું તમને ખબર છે કે તમે ડાયરેક્ટ બ્લડ ડોનેટ નથી કરી શકતા જાણો કેમ.
નિષ્ણાતો મુજબ, જે લોકોને ગંભીર બીમારી જેવી કે, ડાયાબિટીસ, હાઈ બલ્ડ પ્રેશરની સમસ્યા હોય તોઓના શરીર હંમેશા નબળું જ રહે છે. તેમણે બ્લડ ડોનેટ ના કરવું જોઈએ, 18 થી 65 વર્ષ સુધીના ઉમરના લોકો બ્લડ ડોનેટ કરી શકે છે.
ગર્ભવતી મહિલા બ્લડ ડોનેટ ના કરી શકે
જે મહિલાઓ પ્રેગનેટ છે કે બ્રેસ્ટફીડિંગ કરાવે છે તે બ્લડ ડોનેટ ના કરાવી શકે. તે સમયે તેમના શરીરમાં અધિક પોષણ અને બ્લડની જરૂર વધારે હોય છે.
જેને થોડા સમય પહેલ ટેટૂ બનાવ્યું હોય
જે લોકોએ હાલમાં જ શરીર પર ટેટૂ બનાવ્યું હોય, જેણે નાક કે કાન વિંધાવ્યા હોય તે લોકો બ્લડ ડોનેટ ના કરી શકે. જે કોઈ વ્યકિત એ સ્કિન પર ટ્રીટમેન્ટ કરાવી હોય તો તે વ્યકિત ચાર મહિના પહેલા બ્લડ ડોનેટ ના કરાવી શકે.
અન્ડર વેટ વ્યકિત
18 વર્ષથી ઉપરના લોકોનું વજન 49 કિલોથી નીચે હોય તો તે બ્લડ ડોનેટ ના કરી શકે. જો તમારે બ્લડ ડોનેટ કરવું હોય તો તમારે વજન મેન્ટેન રાખવું જરૂરી છે.
એનીમિયા
એનીમિયા બે પ્રકારના હોય છે, માઈનર જેમાં દર્દીને બ્લડને વારંવાર જરૂર પડે છે. એવામાં જ્યારે તે સ્વસ્થ હોય ત્યારે તે બ્લડ ડોનેટ કરી શકે છે. પરંતુ જે લોકોને સીવિયર એનેમિક છે, તે બ્લડ ડોનેટ ના કરી શકે.
બ્લડ ડોનેટ કરવાથી મળશે લાભ
જો તમે પણ બ્લડ ડોનેટ કરો છો તો, તમારા શરીરમાં નવું બ્લડ તેજીથી બને છે. બ્લડ ડોનેટ કરશો તો તેના પહેલા આખા શરીરનું ચેક-અપ થઈ જશે. તેનાથી ખબર પડશે કે શરીરમાં કોઈ બીજી તકલીફ તો નથી.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.