27.1 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 8, 2025
27.1 C
Surat
મંગળવાર, જુલાઇ 8, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: કેરળમાં સતત ફેલાય રહ્યો છે નિપાહ વાયરસ, જાણો તેના લક્ષણો અને...

Health: કેરળમાં સતત ફેલાય રહ્યો છે નિપાહ વાયરસ, જાણો તેના લક્ષણો અને તેનાથી સુરક્ષિત રહેવા શું કરવું?


કેરળમાં નિપાહ વાયરસનો ચેપ ફેલાઈ રહ્યો છે , જેના કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે . એક તરફ , કોરોના પછી , લોકો વાયરસ સંબંધિત દરેક સમાચાર પર તાત્કાલિક પ્રતિક્રિયા આપવા લાગ્યા છે , ત્યારે નિપાહ વાયરસની ગંભીરતા તેને વધુ ખતરનાક બનાવે છે . આ વાયરસ ઝડપથી ફેલાય છે , પરંતુ તેનો મૃત્યુદર પણ ખૂબ ઊંચો છે .

આ વખતે મલપ્પુરમ , પલક્કડ અને કોઝિકોડ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે અને 425 થી વધુ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે . સરકારે આઇસોલેશન , ટ્રેકિંગ અને પરીક્ષણની પ્રક્રિયા ઝડપી બનાવી છે . 

સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 425 લોકોને તપાસમાં રાખવામાં આવ્યા છે. સૌથી વધારે મલપ્પુરમ (228), પલક્કડ (110) અને કોઝિકોડમાં (87) લોકો સામેલ છે. જો કે દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને દરેકનું સેમપ્લ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને મેડિકલ ટીમને સંવેદનશીલ જગ્યાઓએ તૈનાત કરી દીધા છે.

શું છે નિપાહ વાયરસ?

નિપાહ વાયરસ એક જૂનોટિક વાયરસ છે જે પ્રાણીઓ અને માણસોમાં ફેલાય છે. તે મુખ્ય રૂપથી ચામાચીડિયોથી ફેલાય છે અને માણસોમાં શ્વાસ લેવાની સમસ્યા, તીવ્ર તાવ જેવી ગંભીર બીમારીઓ પેદા કરી શકે છે.

નિપાહ વાયરસના લક્ષણો

  • તીવ્ર તાવ
  • માથામાં દુખાવો થવો
  • થાક અને નબળાઈ
  • શ્વાસ લેવામાં તકલીફ પડવી
  • ઉલ્ટીઓ થવા લાગવી
  • માનસિક ભ્રમ થવા
  • ચક્કર આવવા

કેવી રીતે ફેલાય છે નિપાહ વાયરસ?

  • ચેપગ્રસ્ત ચામાચીડિયા દ્વારા ખાવામાં આવેલ ફળ કે તેના થૂકથી સંક્રમિત વસ્તુને અડવાથી
  • ચેપગ્રસ્ત માણસોના સીધા સંપર્કમાં આવવાથી
  • ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી

બચાવ કેવી રીતે કરવો

  • પડી ગયેલા ફળો અથવા ચામાચીડિયા દ્વારા ખાધેલા ફળોનું સેવન ન કરો
  • બીમાર લોકોથી અંતર જાળવો અને માસ્ક પહેરો
  • વારંવાર સાબુથી હાથ ધોવા અથવા સેનિટાઇઝ કરવા
  • જો તમને તમારા શરીરમાં કોઈ લક્ષણો દેખાય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો
  • પ્રાણીઓથી અંતર રાખો, ખાસ કરીને ખેતરોમાં
  • સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરો

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય