PMJAY હેઠળ ખાનગી હોસ્પિટલોને રૂ. 529 કરોડ ચૂકવાયા છે,જેમાં છેલ્લા 1 વર્ષમાં ખાનગી હોસ્પિટલોને તગડી રકમ ચૂકવાઈ હોવાની વાત સામે આવી છે.સરકારી હોસ્પિટલોને માત્ર રૂ. 82 કરોડ ચૂકવાયા છે,તો મહેસાણા જિલ્લામાં 1 વર્ષમાં 1.24 કરોડ જેટલી રકમ ચૂકવાઈ છે.ખાનગી હોસ્પિટલોને 1.24 કરોડ જેટલી ચૂકવણી કરાઈ છે,સરકારી હોસ્પિટલોને માત્ર 19.60 કરોડની ચૂકવણી કરાઈ છે.સરકારીમાં સુવિધા છતાં ખાનગી હોસ્પિટલોને તગડી ચૂકવણી,PMJAY અંતર્ગત કરાયેલા ક્લેઈમોની તુરંત મંજૂરી પર સવાલો.
PMJAYમાં મળતિયાઓ પર આરોગ્ય વિભાગના ચાર હાથ
નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને આરોગ્ય પાછળ ખર્ચના બોજ હેઠળ કચડાવવું પડે નહીં તેના માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરાઇ હતી. પરંતુ આ યોજનામાં પણ ભ્રષ્ટ અધિકારીઓ, ડોક્ટરો, મળતીયાઓએ કટકી કરવાની તક ગુમાવી નથી. 2018થી 2024 દરમિયાન ગુજરાતમાંથી માત્ર પાંચ હોસ્પિટલ પીએમજેવાયમાં ગેરરીતિ કરતાં ઝડપાઇ અને તેની સામે પગલાં લેવાય તે વાત ટાઢા પહોરના ગપ્પા સમાન જ લાગે. એવી પણ ચર્ચા છે કે, અનેક હોસ્પિટલોમાં નેતાઓની ભાગીદારી હોય છે અને જેના કારણે તેની સામે બેદરકારી-ગેરરીતિ છતાં કોઇ જ પગલાં લેવામાં આવતા નથી.
મેડિકલ કેમ્પ પણ નહી યોજી શકો
હવે મેડિકલ કેમ્પો યોજવા સામે સરકારે કડક રૂખ અપનાવતાં આયુષ્યમાન અને મા કાર્ડ હેઠળ પીએમજેએવાય યોજના હેઠળ દર્દીઓના ઓપરેશનો અંગે બારિકાઇથી નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.આ સંજોગો વચ્ચે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓના મુખ્ય આરોગ્યિ અધિકારીઓને પરિપત્રો જારી કરી મેડિકલ કેમ્પો પર રોક લગાવવા સૂચના આપી હતી.મેડિકલ કેમ્પો યોજી લાભાર્થી નક્કી કરવાએ ગંભીર બાબત જિલ્લા સીડીએચઓએ પરિપત્રમાં જણાવ્યા મુજબ AB-PMJAY-MA યોજનાની માર્ગદર્શિકા મુજબ આ યોજના સાથે સંલગ્ન હોસ્પિટલો દ્વારા થતાં મેડિકલ કેમ્પોને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું નથી.
સરકારી આરોગ્ય વીમા યોજના
આયુષ્માન ભારત યોજના એ વંચિતોની સુખાકારીને ટેકો આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આરોગ્ય સંભાળ પહેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) વેબસાઇટ પર, તમે આયુષ્માન ભારત યોજના માટે સાઇન અપ કરી શકો છો. આયુષ્માન ભારત યોજના, અથવા PMJAY કાર્ડ માટે અરજી કરતા પહેલા, પાત્રતાની આવશ્યકતાઓથી વાકેફ રહો અને ઓળખો કે તમે ગ્રામીણ કે શહેરી શ્રેણીમાં આવો છો. આયુષ્માન ભારત યોજનાના લાભોમાં દરેક પરિવાર માટે વાર્ષિક સ્વાસ્થ્ય વીમા કવરેજમાં 5 લાખ સુધીનો સમાવેશ થાય છે.
PMJAY કાર્ડ માટે અરજી કરતા પહેલા જાણો વાત
સરકારી આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત યોજના એ વંચિતોની સુખાકારીને ટેકો આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આરોગ્ય સંભાળ પહેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) વેબસાઇટ પર, તમે આયુષ્માન ભારત યોજના માટે સાઇન અપ કરી શકો છો. આયુષ્માન ભારત યોજના, અથવા PMJAY કાર્ડ માટે અરજી કરતા પહેલા, પાત્રતાની આવશ્યકતાઓથી વાકેફ રહો અને ઓળખો કે તમે ગ્રામીણ કે શહેરી શ્રેણીમાં આવો છો. આયુષ્માન ભારત યોજનાના લાભોમાં દરેક પરિવાર માટે વાર્ષિક સ્વાસ્થ્ય વીમા કવરેજમાં 5 લાખ સુધીનો સમાવેશ થાય છે. PMJAY નોંધણી માન્યતાપ્રાપ્ત ખાનગી અને જાહેર હોસ્પિટલોમાં કેશલેસ સંભાળનું વચન આપે છે. વધુમાં, કોરોનરી બાયપાસ સર્જરી અને ઘૂંટણ બદલવા જેવી ખર્ચાળ પ્રક્રિયાઓ પણ આવરી લેવામાં આવી છે. PMJAY યોજનાનો પ્રાથમિક લાભ અણધાર્યા સંજોગોમાં નાણાકીય સુરક્ષા છે.