29.4 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
29.4 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: માત્ર એક ઈન્જેક્શન રોકી દેશે HIV,આ રીતે કરશે કામ

Health: માત્ર એક ઈન્જેક્શન રોકી દેશે HIV,આ રીતે કરશે કામ


HIV એક ખતરનાક વાયરસ છે. આજ સુધી તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કોઈ દવા કે રસી બનાવવામાં આવી નથી. જોકે તબીબી વિજ્ઞાને આ વાયરસને રોકવામાં મોટી સફળતા મેળવી છે. યુએસ FDAએ લેનાકાપાવીર (ztugo)ને પ્રી-એક્સપોઝર પ્રોફીલેક્સીસતરીકે મંજૂરી આપી છે. આ પહેલું એવું ઈન્જેક્શન છે જે દર છ મહિને ફક્ત બે ડોઝ લઈને HIV ચેપને અટકાવી શકે છે. જોકે, આ ઈન્જેક્શન HIVનો ઈલાજ નથી. ફક્ત તેને લેવાથી તેને અટકાવી શકાય છે. આ ઈન્જેક્શન એવા લોકોમાં ચેપ ફેલાતો અટકાવશે જેઓ હજુ સુધી કોઈપણ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા નથી.

ઈન્જેક્શન HIV વાયરસને શરીરમાં પ્રવેશતા અટકાવે

નિષ્ણાતોના મતે, Lenacapavir (Yeztugo) = PrEP એક એવી દવા છે જે HIV વાયરસને શરીરમાં પ્રવેશતા અટકાવે છે પરંતુ તે રસી નથી. આનું કારણ એ છે કે Lenacapavir ઈન્જેક્શન વાયરસના સંપર્કમાં આવવાથી અટકાવે છે પરંતુ જો વાયરસ શરીરમાં પ્રવેશી ગયો હોય તો તે તેની સામે લડી શકતો નથી. અમેરિકાની બાયો ફાર્માએ Lenacapavirને નિવારક દવા તરીકે વિકસાવ્યું છે.

આ ઈન્જેક્શન પર સંશોધન કરવામાં આવ્યું હતું. ત્રણ મુખ્ય પરીક્ષણોના પરિણામો દર્શાવે છે કે ઇન્જેક્શન લીધા પછી સ્ત્રીઓમાં શૂન્ય (100%) ચેપ જોવા મળ્યો હતો અને પુરુષોમાં ફક્ત 0.1% ચેપ હતો. આ સંશોધન ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયું હતું. લેનાકાપાવીર એક કેપ્સિડ અવરોધક છે. તે HIV વાયરસના બાહ્ય સ્તર (કેપ્સિડ) ને નબળું પાડે છે અને શરીરમાં વાયરસ ફેલાવવાની પ્રક્રિયાને અટકાવે છે.

6 મહિનામાં 2 ડોઝ ઈન્જેક્શન

આ ઈન્જેક્શનના બે ડોઝ ત્વચા નીચે આપવામાં આવે છે જેના કારણે તે ધીમે ધીમે બહાર નીકળે છે અને 6 મહિના સુધી શરીરમાં સક્રિય રહે છે. છ મહિના પછી બીજો ડોઝ આપવો પડે છે. આ ઈન્જેક્શનના ફાયદા મેળવવા માટે દર 6 મહિને HIV નેગેટિવ ટેસ્ટ કરાવવો જરૂરી છે ત્યારબાદ જ આગામી ડોઝ આપવામાં આવે છે. આ ઈન્જેક્શન પર હાથ ધરવામાં આવેલા ત્રણેય ટ્રાયલ સફળ સાબિત થયા છે. આ પછી જ FDAએ તેને મંજૂરી આપી છે.

આ લોકો લઈ શકે ઈન્જેક્શન HIV

આ ઈન્જેક્શન HIV નેગેટિવ એવા લોકોને આપવામાં આવશે જેમને HIV થવાનું જોખમ છે. એટલે કે આ ઈન્જેક્શન વાયરસથી બચવા માટે છે. ઈન્જેક્શન લેનારા લોકોનું વજન 35 કિલોથી વધુ હોવું જોઈએ અને તેમને HIVના કોઈ લક્ષણો ન હોવા જોઈએ. જો કોઈ પોઝિટિવ વ્યક્તિ તેને લે છે તો શરીરમાં ઘણા નુકસાન થઈ શકે છે અને ડ્રગ પ્રતિકારનું જોખમ પણ હોઈ શકે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય