હાર્ટ એટેક કે કાર્ડિયાક અરેસ્ટના કેસ વધતા જઈ રહ્યા છે. કોઈ ડાન્સ કરતા સમયે અચાનક નીચે પડી જાય છે, તો કોઈ કસરત કરતી સમયે તેનું હાર્ટ અચાનક કામ કરતું બંધ થઈ જાય છે. એવામાં થોડા સમયમાં જ વ્યકિતનું મોત થઈ જાય છે.
પરંતુ એવું નથી કે આ લાઈફ થ્રેટથી લડી ના શકાય. જો સમય રહેતા વ્યકિતને CPR આપવામાં આ તો તે જીવત રહી શકે છે. આ CPR શું છે?
પાછી આવી શકે છે શ્વાસ
હાર્ટ ડિસીસના રિસ્ક હવે ઝડપતી વધી રહ્યા છે, ઘણા કેસમાં અચાનક હાર્ટની મશીનો પણ વ્યકિતને બચાવા ચૂકી જાય છે. આવી પરિસ્થિતિમાં 10 મિનિટની અંદર કાર્ડિયો પ્લમોનરી રિસસિટેશન એટલે કે CPR આપવામાં આવે તો વ્યકિતનો જીવ બચાવી શકીએ છીએ. હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવવાથી વ્યકિતનું તરત જ મોત થતું નથી. તેમાં થોડો સમય લાગે છે. તે સમય દરમિયાન તરત જ CPR આપીને તેના હાર્ટને એક્ટિવેટ કરાવી શકાય છે. તેનાથી મગજ અને શરીરના બીજા અંગોને ઓક્સીજન પહોંચે છે. એવામાં વ્યકિતના શ્વાસ પાછા આવી શકે છે.
ક્યારે આપવું CPR?
- જો કોઈ વ્યકિત બેભાન થઈ જાય અને શ્વાસ જતો રહે તો તે વ્યકિતને કાર્ડિયેક અરેસ્ટ કે હાર્ટ અટેક આવ્યો છે.
- દર્દીના હાથ અને ગળા પરની નસને થોડી દબાવી જોવી જો નસ નથી આવી રહી તો માની લો કે તે વ્યકિતને હાર્ટ અટેક આવ્યો છે.
- જો હાથ, પગ અને કોઈ બીજા અંગ મૂવમેન્ટના કરે તો હાર્ટ અટેકનો સંકેત હોઈ શકે છે.
CPR આપવવાની સરળ રીત
- દર્દીને તરત જ સપાટ સપાટી પર તેની પીઠ પર સીધા સુવડાવી દો.
- હવે તમારા એક હાથને બીજા હાથ પર રાખો. બંને હાથ દર્દીની છાતીની વચ્ચે રાખો. કોણી એકદમ સીધી રાખો.
- તમારા હાથ પર વજન મૂકો અને તેમને જોરથી દબાવો. એક મિનિટમાં ઓછામાં ઓછા 100 વખત આ કરવાનો પ્રયાસ કરો.
- છાતી પર 30 વાર દબાવ્યા પછી, બે વાર મોઢાથી મોઢા સુધી શ્વાસ લો. આને મોઢાથી મોઢા સુધી શ્વાસોચ્છવાસ કહેવામાં આવે છે.
- છાતીને હથેળીથી એક થી બે ઇંચ દબાવીને, તેને સામાન્ય સ્થિતિમાં પાછું આવવા દો. દર્દી શ્વાસ પાછો લે અથવા પહોંચે ત્યાં સુધી આ કરો.
- આટલી ઝડપે પમ્પિંગ કરવાથી, હાર્ટમાં બ્લડ ફ્લો થાય છે અને કાર્ડિયાક અરેસ્ટથી પીડિત વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.