કોલેસ્ટ્રોલ એક સાઈલેન્ટ કિલરની જેમ કામ કરે છે, જો સમય રહેતા આ લક્ષણોને ઓળખવવામાં ના આવે તો આ એક ગંભીર હાર્ટ ડિસીસ અને સ્ટ્રોકનું જેખમ વધી શકે છે. આજની બદલાતી લાઈફસ્ટાઈલ, ફાસ્ટ ફૂડ અને વર્કઆઉટ ના કરવાના કારણે લોકોમાં હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટની બીમારીઓનું જોખમ વધી જાય છે અને તો પણ ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને તેને ઈગ્નોર કરી દે છે.
પરંતુ તમે જાણો છો કે શરીર પહેલા જ તમને સંકેતો આપવવાનું ચાલું કરી દે છે. બ્લડમાં કોલેસ્ટ્રોલની માત્રા સામાન્યથી વધી જાય? આ સંકેતો આંખો, સ્કિન અને શ્વાસ સંબંધિત જોડાયેલ છે. પરંતુ લોકો તેને ઈગ્નોર કરી દે છે. જો સમય રહેતા આ લક્ષણોને ઓળખી તેની સારવાર કરવામાં ના આવે તો સમસ્યા વધી શકે છે.
એક્સપર્ટનું શું કહેવું છે?
એક્સપર્ટ કહે છ કે જો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય તો કોલેસ્ટ્રોલનું બ્લડ ટેસ્ટ કરાવું તેમાં લિપિડ પ્રોફાઈલ કરાવું સૌથી સારું રહેશ, આ ટેસ્ટથી ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલની માત્રા તમને ખબર પડી જાય છે. પરંતુ ટેસ્ટ કર્યા વગર કેવી રીતે ખબર પડશે કે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી રહી છે. કારણ કે કોલેસ્ટ્રોલ વધવાથી શરીરી આપણને ઘણા સંકેતો આપવા લાગે અને એલર્ટ કરે છે જાણો તે સંકેતો વિશે.
આંખોની આસપાસ પીળા ધબ્બા દેખાવા
જો તમને તમારી આંખોની આસપાસ પીળા ધબ્બા (જેને ઝેન્થેલાસ્મા કહેવાય છે) દેખાવા લાગે, તો તે ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્પષ્ટ સંકેત હોઈ શકે છે. આ ચરબીના નાના થાપણો છે જે ત્વચા પર દેખાય છે. આ વધેલા કોલેસ્ટ્રોલની નિશાની છે.
કોર્નિયાની આસપાસ રાખોડી કે સફેદ રંગની રિંગ
જો તમારી આંખોના કોર્નિયા (કાળી કીકી) ની આસપાસ સફેદ કે આછો રાખોડી રંગનો રિંગ બને છે, તો તેને ‘આર્કસ સેનિલિસ’ કહેવામાં આવે છે. જો આ લક્ષણો યુવાનોમાં જોવા મળે છે, તો સમજો કે શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયું છે. જો તમને આ વિશે ખબર પડે, તો તેનો ટેસ્ટ કરાવો.
ચાલતી વખતે છાતીમાં દુખાવો થવો
જો તમને હળવું ચાલ્યા પછી કે સીડી ચઢ્યા પછી પણ છાતીમાં ભારેપણું કે દુખાવો લાગે છે, તો આ હાર્ટ સુધી પૂરતું લોહી ન પહોંચવાનો સંકેત હોઈ શકે છે, જે બ્લોકેજ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલને કારણે હોઈ શકે છે.
શ્વાસ ચઢવો
જો તમે નાના નાના કામ કરો છો અને ઝડપથી થાક અનુભવો છો અથવા શ્વાસ લેવામાં તકલીફ અનુભવો છો, તો આ શરીરમાં ઓક્સિજન સપ્લાય પર અસરનો સંકેત હોઈ શકે છે, જે કોલેસ્ટ્રોલ સંબંધિત ધમની બ્લોકેજને કારણે હોઈ શકે છે. તમારે તાત્કાલિક તમારી તપાસ કરાવવી જોઈએ.
આંગળીઓ અને અંગૂઠાનો વાદળી રંગ બદલાવો
જો તમારી આંગળીઓ અને અંગૂઠા વારંવાર વાદળી અથવા ઠંડા લાગે છે, તો તે સૂચવે છે કે શરીરના ભાગોમાં રક્ત પુરવઠો યોગ્ય રીતે પહોંચી રહ્યો નથી, તેનું એક કારણ કોલેસ્ટ્રોલને કારણે રક્ત ધમનીઓનું સાંકડું થવું હોઈ શકે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.