26.1 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, જુલાઇ 6, 2025
26.1 C
Surat
રવિવાર, જુલાઇ 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: હેર સીરમ અને ફેસ સીરમ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક?

Health: હેર સીરમ અને ફેસ સીરમ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક?


આજકાલ સ્કિન અને હેર કેર રૂટીનમાં એક વસ્તુ કોમન થઈ ગઈ છે એ છે કે સીરમ. ભલે પછી તે ચહેરાની ચમક વધારવા હોય કે વાળને સ્મૂધ અને શાઈની બનાવવા માટે હોય. સીરમને મેજિક સોલ્યુશન કહેવાય છે. પરંતુ શું તમે કોઈ દિવસ વિચાર કર્યો છે, કે બ્યૂટી કેમિકલ્સ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.

બજારમાં મળતા ફેસ અને હેર સીરમ પાછળ રહેલા કેમિકલ્સ તેમારી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે. ફેસ અને હેર સીરમ સ્કિન માટે અને વાળને સુંદર બનાવે છે. પરંતુ તે સ્વાસ્થયને નુકસાન પણ કરી શકે છે. વાળ ધોતા પહેલા સીરમને બદલે નાળિયેર, બદામ અથવા આમળાનું તેલ લગાવો. આનાથી વાળને કુદરતી પોષણ મળશે અને કેમિકલથી થતા નુકસાનથી બચાવે છે. રાત્રે સૂતા પહેલા ફેસ સીરમને બદલે, તમે નાળિયેર તેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો.

ફેસ સીરમમાં સામાન્ય રીતે વિટામિન-C, હાયલ્યુરોનિક એસિડ અને અન્ય ઘણા એક્ટિવ ઈન્ગ્રીડીયન્ટ હોય છે . આ બધા સ્કિનમાં ઊંડા ઉતરીને કામ કરે છે, પરંતુ જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો એલર્જી, બળતરા અથવા ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું?

  • રાત્રે સૂતા પહેલા ચહેરા પર શુદ્ધ નારિયેળ તેલ અથવા એલોવેરા જેલ લગાવો 
  • સિલિકોન તમારા વાળમાં જમા થઈ શકે છે અને તેને ડ્રાય બનાવી શકે છે
  • સ્કેલપ ઉપરની ચામડીમાં ખંજવાળ અથવા ખોડોની સમસ્યા થઈ શકે
  • ચહેરા પર પિગમેન્ટેશન થાય
  • લાંબા ગાળાના કેમિકલના ઉપયોગને કારણે સ્કિનના નેચરલ ઓઈલ બેલેન્સ બગડી શકે 

શું કરવું?

વાળ માટે: અઠવાડિયામાં બે વાર નારિયેળ, ભૃંગરાજ અથવા આમળાનું તેલ લગાવો.

ચહેરા માટે: એલોવેરા જેલ, ગુલાબજળ અથવા મધની હળવી પેસ્ટ લગાવો .

સીરમ ટૂંકા ગાળા માટે ચમક આપે છે , પરંતુ લાંબા ગાળે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કુદરતી ઉપચાર ફક્ત સલામત જ નથી, પરંતુ તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. આગલી વખતે જ્યારે તમે ચહેરા કે વાળ માટે સીરમ ખરીદવા જાઓ, ત્યારે નાળિયેર તેલ અને દાદીમાના ઉપાયો યાદ રાખો.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય