ઘણા લોકોને રાત્રે સુયા બાદ ડરામણા સપાનઓ આવતા હોય છે અને તેના કારણે ઉંઘ પણ આવતી નથી. તેમજ ઘણા લોકો તેને ઈગ્નોર કરી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ડરામણા સપના તમારી જિંદગીને નાની કરી શકે છે.
રીસર્ચ મુજબ, જો કોઈ માણસ દર અઠવાડિયે ડરામણા સપના જુએ છે, તો તેની 75 વર્ષની પહેલા મરવાની સંભાવના વધી જાય છે. આ રિસર્ચ અમેરિકામં 26 થી 74 વર્ષના 4000 લોકો વચ્ચે કરવામાં આવી હતી.
રિસર્ચમાં શું મળ્યું?
રિસર્ચમાં મળ્યું કે જે લોકોને વારંવાર ડરામણા સપનાઓ આવે છે તેઓ પોતાની બાયોલોજિક્લ ઉંમરથી વધારે મોટા હોય છે. તેનો અર્થ એ છે કે જે લોકો ડરામણા સપના આવે છે તેઓની કોશિકાઓની ઉંમર ઝડપથી વધે છે અને સમય પહેલા તેમના મોતનું કારણ પણ બની શકે છે.
જ્યારે તમને ડરામણું સ્વપ્ન આવે છે ત્યારે શું થાય છે?
વાસ્તવમાં શું થાય છે કે જ્યારે તમે ખરાબ સ્વપ્ન જુઓ છો, ત્યારે તમે તેમાં ચીસો પાડવાનો પ્રયાસ કરો છો, પરંતુ કોઈ અવાજ કરી શકતા નથી, જે તમારા શરીરને અસર કરે છે. આવા ડરામણા સપના સામાન્ય રીતે ત્યારે આવે છે જ્યારે મન ખૂબ જ સક્રિય હોય છે પરંતુ શરીરના સ્નાયુઓ સંપૂર્ણપણે આરામ કરે છે.
એટલું જ નહીં, ડરામણા કે ખરાબ સપનાઓને કારણે શરીરમાં તણાવ હોર્મોન્સ વધે છે અને ઊંઘ વારંવાર વિક્ષેપિત થવા લાગે છે. આના કારણે, શરીરને રાત્રે પોતાને સુધારવાનો સમય મળતો નથી અને આ દિવસ દરમિયાન તમારા કામને પણ અસર કરે છે.
સતત તણાવને કારણે શરીર ફૂલી જાય છે, બ્લડ પ્રેશર વધે છે અને આ ઉંમરને કારણે ઝડપથી વધવા લાગે છે. ખરાબ સપના શરીરની સાથે સાથે મન પર પણ અસર કરે છે. વારંવાર આવતા ખરાબ સપના પણ ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે.
લગભગ 5% પુખ્ત વયના લોકોને લગભગ દર અઠવાડિયે ખરાબ સપના આવે છે અને 12.5% લોકોને મહિનામાં એક વાર ખરાબ સપના આવે છે. આવી સ્થિતિમાં, જો તમને પણ વારંવાર ખરાબ સપના આવતા હોય, તો તેને હળવાશથી ન લો. તમારી ઊંઘનું ધ્યાન રાખો, સૂતા પહેલા મોબાઈલનો ઉપયોગ ન કરો, ધ્યાન કરો. આમ છતાં, જો તમને સતત ખરાબ સપના આવતા હોય, તો નિષ્ણાતની મદદ લો.