– ભાવનગરની નિલમબાગ પોલીસના વધુ એક કર્મીના કારનામાં ખુલ્લા પડયા
– બહેને કરેલી અરજીમાં ગુન્હો દાખલ કરવાનું કહી લાંચિયા કર્મીએ ભાઈ પાસેથી 20 હજાર ગૂગલ પેથી સ્વીકાર્યા હતા,વચેટિયાની શોધખોળ
ભાવનગર : બહેને કરેલી અરજીમાં હેરાન નહીં કરવા બદલ ભાઈ પાસેથી ૭૦ હજારની લાંચ માંગી ગૂગલ પેથી ૨૦ હજાર એડવાન્સ લઈ બાકીની રૂ. ૫૦ હજારની લાંચ લેતાં ભાવનગરના નિલમબાગ પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચ રૂશ્વત વિભાગના અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ભાવનગર પોલીસ બેડાની કામગીરીને બટ્ટો લગાડતી ઘટનાની વિગત એવી છે કે, ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેમના ભાઈ વિરૂદ્ધ અરજી કરી હતી.