– ભરતનગર પોલીસે ધમકીની ફરિયાદમાં આરોપીને છાવર્યાનો આક્ષેપ થયો હતો
– આક્ષેપના પગલે જિલ્લા પોલીસ વડાએ તપાસ શરૂ કરી હતીઃ ફરિયાદમાં તથ્ય જણાતાં 20 દિવસ પૂર્વે પીઆઈને લીવ રિઝર્વમાં મુકાયા હતા, હવે સસ્પેન્શનનો ઓર્ડર કર્યો
ભાવનગર : ભાવનગરનાં ભરતનગર પોલીસ મથકના ગુનામાં બેદરકારી દાખવવા બદલ અને આરોપીને છાવરવા બદલ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.અને હવે લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ ઠાકોર દોષિત સાબિત થતાં પીઆઈ ઠાકોરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગત ૯ નવેમ્બર નાં રોજ ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ શિવમ અમૃત-૦૧ માં રહેતા મૂળ બોરડી તા.