ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી. હેરી બ્રુકે ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પોતાની ઓળખ બનાવી છે. બ્રુક હવે ICC રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગયો છે. તેને જો રૂટને હરાવ્યો છે.
હેરી બ્રુકે કર્યું શાનદાર પ્રદર્શન
હેરી બ્રુક હાલમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર છે, જ્યાં ન્યુઝીલેન્ડ દેશ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતી છે. હેરી બ્રુકે 6 ડિસેમ્બરે રમાયેલી બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને પ્રથમ ઈનિંગમાં 123 રન બનાવ્યા હતા, આ સિવાય બીજી ઈનિંગમાં તેને 55 રન બનાવ્યા હતા. ICC રેન્કિંગમાં બ્રુકને આનો ફાયદો મળ્યો. બ્રુક પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેને પોતાના સાથી ખેલાડી જો રૂટને હરાવ્યો છે. અગાઉના રેન્કિંગ મુજબ બ્રુકને 1 સ્થાનનો ફાયદો થયો છે. આ પહેલા રેન્કિંગમાં તે નંબર 2 પર હતો. હાલમાં તેના 898 પોઈન્ટ છે.
જ્યારે જો રૂટ બીજા સ્થાને પહોંચી ગયો છે. તેના 897 પોઈન્ટ છે. કેન વિલિયમસન 812 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે યશસ્વી જયસ્વાલ 811 પોઈન્ટ સાથે લિસ્ટમાં ચોથા સ્થાને છે, જ્યારે ટ્રેવિસ હેડ 781 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
બ્રુકની કારકિર્દી પર એક નજર
બ્રુકે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 23 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, આ જમણા હાથના બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને 61.61ની એવરેજથી 2280 રન બનાવ્યા છે. 8 સદી સિવાય તેને 10 અડધી સદી ફટકારી છે.
20 ODI મેચોમાં તેને 39.94ની એવરેજથી 719 રન બનાવ્યા છે. આ સિવાય તેને 39 T20 મેચમાં 30.73ની એવરેજથી 707 રન બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સે હેરી બ્રુકને IPL 2025 માટે તેની ટીમનો ભાગ બનાવ્યો છે. ભારતની ધરતી પર બ્રુક કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.