Zero-Click Hack: વોટ્સએપ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે કે દુનિયાભરમાંથી બાર દેશના લગભગ 90 યુઝર્સને હેકર્સ દ્વારા ઝીરો-ક્લિક હેક દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. વોટ્સએપનો ઉપયોગ આજે દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે, આથી હેકર્સ દ્વારા એને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ દુનિયામાં આજે ઘણી સ્કેમ થઈ રહ્યા છે અને એક પછી એક નવા રસ્તા શોધવામાં આવી રહ્યા છે. ઝીરો-ક્લિક હેક એ જ એક નવો સ્કેમ છે. વોટ્સએપ દ્વારા આ વિશે લોકોને જણાવવામાં આવ્યું છે. ઇઝરાયલની કંપની પેરાગોન સોલ્યુશન દ્વારા બનાવવામાં આવેલા ઍડ્વાન્સ સ્પાઇવેરનો ઉપયોગ કરીને વોટ્સએપ એકાઉન્ટને હેક કરવામાં આવ્યા હતા.