– નિવૃત્ત પોલીસકર્મીના ફાઈનાન્સર પુત્ર દિપક પવારે ઉધાર પૈસા આપવા ઈન્કાર કરી ગુરુમુખના પિતાને અપમાનીત કરતા તેનો બદલો લેવા તેણે મિત્રો મારફતે ફાયરીંગ કરાવ્યું હતું
– ઉધના પોલીસે અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી હતી
સુરત, : સુરતના ઉધના વિસ્તારમાં નિવૃત્ત પોલીસકર્મીના ફાઈનાન્સર પુત્રની ઓફિસ ઉપર ફાયરીંગ કરાવનાર ગુરુમુખ ચીકલીગર અને તેના મિત્રને ઉધના પોલીસે ઉત્તરપ્રદેશના લાલગંજથી ઝડપી લીધા છે.ફાઈનાન્સર દિપક પવારે ઉધાર પૈસા આપવા ઈન્કાર કરી ગુરુમુખના પિતાને અપમાનીત કરતા તેનો બદલો લેવા તેણે મિત્રો મારફતે ફાયરીંગ કરાવ્યું હતું.ઉધના પોલીસે આ ગુનામાં અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના વેલકમ પાનથી પિયુષ પોઈન્ટ તરફ જતા રોડ ઉપર આશીર્વાદ ટાઉનશીપ ગેટ નં.4 પાસે ઓફિસ ધરાવતા નિવૃત્ત પોલીસકર્મીના ફાઈનાન્સર પુત્ર દિપક સુરેશભાઇ પવાર ( ઉ.વ.