Gujarat News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની રચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ની કલમ-3 હેઠળ કરવામાં આવ્યો છે. આ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે કલમ-53 હેઠળ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ઘડવામાં આવ્યો હતો. જોકે, તેમાં જરૂર જણાયે વખતો-વખત સુધારો પણ કરવામાં આવ્યો હતો. તેમા છતાં ઘણીબધી જોગવાઈઓની સ્પષ્ટતા ન હોવાના કારણે નામદાર હાઈકોર્ટ તેમજ ટ્રીબ્યુનલમાં સરકાર પક્ષે બચાવની યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી તેમજ બિનજરૂરી ગૂંચવણ ઉભી થતી હતી. આ ગૂંચવણના કારણે કેસનો સમયસર નિકાલ નહતો થતો અને સરકાર પક્ષે નાણાંકીય ભારણ વધતું. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારો કરવા માટે સમિતિની રચના કરવાની જરૂરત જણાઈ છે.