27 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
27 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGujarat Palika Election 2025 : ગાંધીનગરના સરઢવમાં દિવ્યાંગ મતદારો મતદાન કરવા પહોંચ્યા

Gujarat Palika Election 2025 : ગાંધીનગરના સરઢવમાં દિવ્યાંગ મતદારો મતદાન કરવા પહોંચ્યા


ગાંધીનગર તા.પં. માટે મતદાનમાં ઉત્સાહ જોવા મળ્યો છે,જેમાં સરઢવમાં દિવ્યાંગ મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે,વ્હીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા મતદાર તો દિવ્યાંગ મતદારના પત્નીનું કહેવું છે કે,દરેક મતદારે મતદાન કરવું જ જોઈએ,22 વર્ષથી પતિને લઈ મતદાન કરવા આવું છું તો અકસ્માતમાં પતિએ બંને પગ ગુમાવ્યા હતા.

ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો

ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે આજે મતદાન યોજાયું છે. કુલ 224 મતદાન મથકો પૈકી 96 મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. સેક્ટર-15ની કોમર્સ કોલેજથી ઈવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ 29 રૂટ મારફતે કરવામાં આવ્યું છે.જિલ્લા ચૂંટણી તંત્રે શાંતિપૂર્ણ મતદાન માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયુ છે. દરેક મતદાન મથક પર એક પ્રીસાઇડીંગ ઓફિસર, બે પોલીંગ ઓફિસર, એક મહિલા પોલીંગ ઓફિસર અને એક સેવકની નિમણૂક કરવામાં આવી છે.

કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર

એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય