24.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
24.7 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતGujarat Palika Election 2025 : ભાવનગરમાં દુલ્હન લગ્નના માંડવેથી મતદાન મથકે પહોંચી

Gujarat Palika Election 2025 : ભાવનગરમાં દુલ્હન લગ્નના માંડવેથી મતદાન મથકે પહોંચી


આજે વહેલી સવારથી સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે  ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર- 3 માં પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાવેણાવાસીઓ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. સામાન્ય રીતે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે લોકો મતદાન કરવાનું ટાળતા હોય છે પરંતુ ભાવનગરની શ્રી કસ્તુરબા  મોહનદાસ ગાંધી પ્રાથમિક શાળામાં મતદાન કરવા આવી પહોંચેલા દુલ્હન પરિતાબેન બાબરીયા સૌ નાગરિકો માટે પથ દર્શક બની રહ્યાં છે. તેમણે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, આપણા સંવિધાનમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરે આપણને મતાધિકાર આપ્યો છે, ત્યારે દરેક નાગરિકોએ ફરજીયાત મતદાન કરવું જોઈએ.

મતદાન મથકના અધિકારીઓએ પણ સુખદ આશ્ચર્ય વ્યક્ત કર્યું

ભાવનગર શહેરનાં વડવા બ વોર્ડમાં મિલની ચાલી વિસ્તારમાં રહેતા પરિતાબેન વિનોદભાઈ બાબરીયાના આજે લગ્ન લેવાયા હતાં, માંડવે જાન પણ આવી પહોંચી હતી, પરંતુ દુલ્હન પરિતાબેને મતદાનને પોતાની નૈતિક ફરજ સમજીને લગ્ન બાદ માંડવે થી સીધા જ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતાં. સોળ શણગાર સજેલી દુલ્હનને જોઈ મતદાન મથકના અધિકારીઓએ પણ સુખદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

સખી સોળ રે સજી શણગાર

હું તો મતદાન કરવા હાલી.એમ અન્ય લોકોને જાણે મતદાન કરવાનો સંદેશો આપતાં હોય એમ પરિતાબેને લગ્નના સાત ફેરાની સાથે ચૂંટણીમાં મતદાનની ફરજ અદા કરી લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી બન્યા હતાં. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, મતદાન કરવું એ આપણો અધિકાર છે ત્યારે બધાએ મતદાન ફરજીયાત કરવું જ જોઈએ.

કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર

એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય