20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરહવે જન્મ-મરણ પ્રમાણપત્રોને લગતી મોટી તકલીફ દૂર, સરળતાથી નામ સુધરશે, સરકારે જાહેર...

હવે જન્મ-મરણ પ્રમાણપત્રોને લગતી મોટી તકલીફ દૂર, સરળતાથી નામ સુધરશે, સરકારે જાહેર કરી નોટિફિકેશન | gujarat now you can change birth date easily and used two name in birth death certificate


Birth-Death Certificate Correction : ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 36 અનુસાર, જન્મ અને મરણના રજીસ્ટરમાં કરાવેલી નોંધ અનેક કામગીરીઓ માટે મહત્ત્વનો પૂરાવો છે. જેમાં જન્મ કે મરણ સર્ટિફિકેટમાં નોંધાયેલા નામમાં સુધારો કરવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે 30 જૂન 2015માં જાહેરનામું બહાર પાડ્યું હતું, ત્યારબાદ બુધવારે (25 સપ્ટેમ્બર) ગુજરાત આરોગ્ય સચિવ અને કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું રજૂ કરાયું છે. જે મુજબ નોંધણી રજીસ્ટ્રાર નામમાં ફેરફાર બાબતે ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરી શકાશે. 

રાજ્ય સરકારે જન્મ-મરણ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરીને માન્ય રાખી હતી, પરંતુ તેમાં ઘણાં પેટા નિયમો અને ઘણી બાબતો બાકી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેનો ઉમેરો કરીને નાગરિકોની મુશ્કેલીને હળવી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં બંને નામ લખવાના રહેશે, પરંતુ  બે નામનો સ્વીકાર ન હોય તો રજીસ્ટ્રાર પાસે પૂરાવા સાથે અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રારે સુધારાની સત્યતા ચકાસીને બંન્ને નામો નોંધમાં લેવાના રહેશે.

આ પણ વાંચોઃ ધો. 1થી 8ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ફરી કોર્સ બદલાશે, 19 પુસ્તક રદ કરી નવા લાગુ થશે

ગુજરાતના તમામ મ્યુનિ. કમિશનરો, જિલ્લા કલેક્ટરો, ડી.ડી.ઓ. વગેરેને જારી કરાયેલા જાહેરનામાની વિગતોઃ 

  1. રજીસ્ટ્રારે કયાં સુધારા કરવા માટે અરજી કરી છે અને અરજીના સમર્થનમાં ફોટાવાળા અન્ય ઓળખપત્રો ધ્યાને લેવાના રહેશે.
  2. રજીસ્ટ્રાર સત્યતાની ખાત્રી કરીને ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકે છે. અરજદાર તે ન સ્વીકારે તો સત્યતાની ખાત્રી બાદ થતાં ફેરફાર મુજબ જન્મના રજીસ્ટરની કોલમમાં બન્ને નામના સુધારા અને તારીખ સાથે ઉલ્લેખ કરવાનો રહેશે. 
  3. અત્યંત મહત્ત્વનો પૂરાવો હોવાથી જન્મ કે મરણ નોંધમાં કોઈ મહત્ત્વની વિગત ભૂલ ભરેલી કે કપટયુક્ત જણાય તો પૂરાવાની ચકાસણી બાદ સંપૂર્ણ ખાત્રી ન થાય ત્યાં સુધી ફેરફારની મંજૂરી આપવી નહીં.
  4. કારકૂની ભૂલ જાહેરનામા અને કાયદા મૂજબ સુધારવાની રહે છે. 
  5. કારકૂની ભૂલ નહીં હોવાના કારણ માત્રથી અરજદારની અરજીને નકારી શકાશે નહીં.
  6. અગાઉ 12 ઓગસ્ટ 2019 અને 18 ફેબ્રુઆરી 2016 ના સંબંધિત જાહેરનામું તારીખ 2 ડિસેમ્બર 2021 ના રોજ રદ કરાયેલું છે, ત્યારે આવા રદ કરાયેલા જાહેરનામાનો સંદર્ભ આપીને કોઈ નિર્ણય લેવો નહીં.  હાલ અમલમાં રહેલા જાહેરનામાં પર જ અરજીનો નિર્ણય કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ 30 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં ભાજપના મંત્રીઓ સભ્ય બનાવવા લોકો સામે કગરવા મજબૂર

આ જાહેરનામું મહાપાલિકાને મળતા તેનો અમલ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે, ખાસ કરીને સગીરના કેસમાં જ્યારે ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ જેવા ઓળખપત્રો હોતા નથી, ત્યારે આધાર ઉપરાંત કયાં પુરાવા મેળવવા તે અંગે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.


હવે જન્મ-મરણ પ્રમાણપત્રોને લગતી મોટી તકલીફ દૂર, સરળતાથી નામ સુધરશે, સરકારે જાહેર કરી નોટિફિકેશન 2 - image



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય