Gujarat News: દેશભરમાં 14 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશ અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતની સહકારી સંસ્થા ‘અમૂલ’એ માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વમાં સહકારી ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં સૌથી પહેલાં સહકારી મંડળીની રચના 1889માં વડોદરા મુકામે અન્યોન્ય સહાયક મંડળીના રૂપે કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષ 1904ના સહકારી કાયદા પ્રમાણે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની વિસલપુર સહકારી મંડળી ગુજરાતની શરૂઆતમાં નોંધાયેલી મંડળી છે.