20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરવન રક્ષકની ભરતી માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર, ઉમેદવારોએ આ વાતનું રાખવું...

વન રક્ષકની ભરતી માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર, ઉમેદવારોએ આ વાતનું રાખવું પડશે ધ્યાન | Gujarat Forest Physical Test Declare Know when the physical test will be conducted


Forest Physical Test Date Declare : રાજ્યમાં જુનિયર ક્લાર્ક CCE, વન રક્ષક વર્ગ-3 સંવર્ગની ભરતીને લઈને ઉમેદવારોએ પોતાની માગ સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે વન રક્ષક વર્ગ-3 સંવર્ગની ભરતી માટે ઉમેદવોરની શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે. 5 થી 8 ઓક્ટોબર વચ્ચે શારીરિક કસોટી યોજાશે. ચાર રિજયનમાં વિવિધ જિલ્લામાં શારીરિક કસોટી યોજાશે. જે માટેની તારીખ, સમય અને સ્થળ જાહેર કરવામાં આવ્યાં છે. જે તે જિલ્લામાં ભરવાની થતી જગ્યાના આધારે 25 ગણા ઉમેદવારોની યાદીને ધ્યાને લઈને ઉમેદવારોની શારીરિક કસોટી યોજાશે.   

વન રક્ષકની ભરતી માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર, ઉમેદવારોએ આ વાતનું રાખવું પડશે ધ્યાન 2 - image

આ દિવસથી ડાઉનલોડ થશે કોલ લેટર

વન રક્ષક વર્ગ 3ની 823 જગ્યાઓની ભરતીની શારીરિક કસોટી માટેના કોલ લેટર આગામી 30 સપ્ટેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યાથી OJAS પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો વધુ જાણકારી માટે હેલ્પલાઈન નંબર 1926 પર કોલ કરી શકે છે અથવા વન વિભાગની અને OJAS વેબસાઈટ પરથી પણ વધુ માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો : GPSC વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસથી ડાઉનલોડ થશે કોલ લેટર

ઉમેદવારો આ વાતનું રાખે ધ્યાન

શારીરિક ક્ષમતા કસોટીનાં સમયે ઉમેદવારોએ કોલ લેટર અને કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચુક લાવવાનાં રહેશે. જે ઉમેદવાર શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત નહી રહે તેમને બીજી તક આપવામાં આવશે નહિ અને તેઓની ઉમેદવારી રદ્દ થશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય