Gujarat Farmer Faced Fertilizer Shortage: સમગ્ર ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરનું શરૂ થઈ ગયું છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લામાં DAP ખાતર પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવ્યું નથી. એક બાજુ પાકની વાવણીનો સમય થઈ ગયો છે. ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી. ખેડૂતો વહેલી સવારથી ખાતરની લાઈનમાં ઊભા રહે છે અને તેમાં પણ તેમને DAP ખાતરની બદલે NPK નામનું ખાતર આપવામાં આવે છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.