Gujarat Education Ministry Notification : શિયાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે, ત્યારે ગુજરાત શિક્ષણ મંત્રાલય દ્વારા શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જણાવ્યું કે, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી. શિયાળામાં વિદ્યાર્થીઓને અનુકૂળ કપડાં પહેરવા છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓ પર ગરમ કપડા બાબતે દબાણ ન કરવામાં આવે તેવી શાળાને સૂચના આપવામાં આવી છે.
ઠંડીમાં વિદ્યાર્થી ગણવેશ સિવાય કોઈ પણ ગરમ કપડાં પહેરે તો માન્ય રાખવું
રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.