ગુજરાત એટીએસએ કોસ્ટગાર્ડની જાસૂસી કરનાર ગોહિલ દિપેશની ઓખાથી ધરપકડ કરી છે,આરોપી પાકિસ્તાની જાસૂસી એજન્સીના સંપર્કમાં રહેતો હતો અને તમામ માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતો હતો,કોસ્ટગાર્ડમાં શું ગતિવિધી થાય છે તેની માહિતી દિપેશ ગોહિલ પાકિસ્તાન મોકલતો હતો,એટીએસને બાતમીના આધારે માહિતી મળી અને તેની પૂછપરછ કરતા જણાવ્યું કે તે તમામ માહિતી પાકિસ્તાન મોકલતો હતો,એટીએસ આ મામલે ટૂંક સમયમાં વધુ ખુલાસા કરશે.
કોસ્ટગાર્ડની જાસૂસી કરનાર ઝડપાયો
ગુજરાતમાં કોસ્ટગાર્ડની જાસૂસી કરનાર શખ્સની ધરપકડ કરી છે,ઓખા કોસ્ટગાર્ડ તેમજ તેના વિસ્તારની માહિતી પાકિસ્તાનની જાસૂસ એજન્સીને મોકલવાનું કામ આ યુવક કરચો હતો,શીપની મુવમેન્ટથી લઈ તમામ માહિતી મોકલતો હતો આ શખ્સ,તો શીપ કેટલા વાગે નીકળશે અને કયાં જઈને કયાં પહોંચશે તેવી તમામ માહિતી આ શખ્સ મોકલતો એટલે કે દેશ વિરોધી કામ આ યુવક કરતો હોવાથી એટીએસએ તેની ધરપકડ કરી છે.આરોપીને કેટલા રૂપિયા મળતા હતા તેની માહિતી હાલ સામે આવી નથી.
26-10-2024ના રોજ પોરબંદરના એક વ્યકિતની કરાઈ હતી ધરપકડ
પોરબંદર જિલ્લો દરિયા કિનારે આવેલો જિલ્લો છે અને દરિયા કિનારે કેન્દ્રની અને રાજયની સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખીને દેશની સુરક્ષા કરતી હોય છે અને પોતાની ફરજ બજાવતી હોય છે,ત્યારે આ વ્યકિત દ્રારા તમામ એજન્સીઓને લઈ ગુપ્ત માહિતી લીક થતી હોય તેવી વાત સામે આવી હતી ત્યારે કોસ્ટગાર્ડ તેમજ દરિયાઈ સુરક્ષાને લઈ જે એજન્સીઓ છે તે શું કામ કરી રહી છે તેની માહિતી આગળ પહોંચાડવાની વાત લીકેજ કરવામાં આવતી હતી જેને લઈ ધરપકડ કરવામાં આવી હતી,પોરબંદરનો જ સ્થાનિક વ્યકિત છે કે જે આ તમામ માહિતી પહોંચાડતો હતો.
એક મહિના પહેલા ઝડપી એટીએસએ ડ્રગ્સની ફેકટરી
ગુજરાત એટીએસની એક ટીમને એક મોટી સફળતા મળી હતી. ગુજરાત એટીએસ અને NCBનાં સંયુક્ત ઓપરેશન હેઠળ મધ્યપ્રદેશનાં ભોપાલમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ હતી, જેમાંથી MD ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો હતો. આ જથ્થાની કિંમત અંદાજે રૂ.1814 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. સાથે આ કેસમાં બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.