ગુજરાત એટીએસ અને સુરત એસઓજીએ સૌથી મોટુ કૌંભાંડ ઝડપી પાડયું છે જેમાં ઈન્ટરનેશનલ કોલને કન્વર્ટ કરનારી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરતા હતા અને પોલીસ ત્રાટકી,સુરતમાં આ ધંધો કરવામાં આવતો હતો જેની માહિતી એટીએસ અને એસઓજીને હતી જેને લઈ સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સુરતમાં પાડયા દરોડા
સરકારી તિજોરીને મોટો ચૂનો ચોપડવાનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે.જેમાં ઝોયાજ હબ અને વેસુના એક્સલ્ટ શોપર્સમાં દરોડા પાડવામાં આવ્યા છે.ઝોયાજ હબમાં જીઓની 500 લાઈન લઇ કોલ ડાઇવર્ટ કરવામાં આવતો હતો અને એક્સલ્ટ શોપર્સમાં 250 લાઈન એક્ટિવ કરીને ખેલ કરવામાં આવતો હતો આ સમગ્ર કેસમાં માર્કેટિંગ અને ગેમિંગ માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને છેતરપિંડી કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે.
કેટલા આરોપી ઝડપાયા તેની માહિતી સામે નથી આવી
આ સમગ્ર કેસમાં પોલીસે કેટલા આરોપીઓ ઝડપ્યા અને કયાંથી અને કેવી રીતે કૌંભાડ કરતા તેની કોઈ માહિતી પ્રસિદ્ધ નથી કરતી પોલીસે કોમ્યુટર અને કોલ કન્વર્ટર જપ્ત કર્યુ છે,આરોપીઓ લાંબા સમયથી આ રીતે કૌંભાડ કરતા હતા તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે તો વિદેશમાંથી પણ બેઠા-બેઠા આવા કોલસેન્ટરીયાઓને લોકોના નંબર પણ મળતા હોય છે,હાલમાં સાયબરને લઈ છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે.
AI કોલ ફીચર પણ છે
Jio એ AI ફોન કોલ ફીચર રજૂ કર્યું છે, જે કોલ રેકોર્ડિંગની સાથે સાથે કોલ ટ્રાન્સલેશનની સુવિધા પણ આપે છે. આ ફીચર યુઝર્સને ફોન કોલ્સ દરમિયાન અલગ-અલગ ભાષાઓનો અનુવાદ અને રેકોર્ડ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી થઈ શકે છે જેઓ વિવિધ ભાષાઓમાં વાતચીત કરે છે અને સંવાદ સમજવામાં મુશ્કેલી અનુભવે છે.આ સુવિધા દ્વારા, યુઝર્સ તેમની માતૃભાષામાં વાત કરી શકે છે અને AI વાતચીતને અન્ય ભાષામાં અનુવાદિત કરશે, જેનાથી બંને પક્ષો વચ્ચે વધુ સારી વાતચીત થશે.