29 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
29 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસGST: ગોવામાં 25 સપ્ટેમ્બરે GST દરને લઈ બેઠક, નવા ફેરબદલ આવશે, વાંચો

GST: ગોવામાં 25 સપ્ટેમ્બરે GST દરને લઈ બેઠક, નવા ફેરબદલ આવશે, વાંચો


 આગામી 25 સપ્ટેમ્બરે ગોવામાં જીએસટીના દરને તર્કસંગત બનાવવા માટે મંત્રીઓના જૂથની મહત્ત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં ટેક્સના નવા સ્લેબ અને રેટમાં ફેરબદલની ચર્ચા થશે. મળતી માહિતી અનુસાર, જીએસટીના દરમાં મળનારી બેઠકમાં બિહારના નાયબ સીએમ સમ્રાટ ચૌધરીની આગેવાનીમાં છ સભ્યોના જૂથી બેઠક22 ઓગસ્ટે મળી હતી. જે બાદ નવ સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો.

ઓગસ્ટની બેઠકમાં જીઓએમએ કેન્દ્ર અને બીજા રાજ્યોના ટેક્સ અધિકારીઓની બનેલી ફિટમેન્ટ કમિટીને કેટલીક વસ્તુઓ ઉપર ટેક્સના દરમાં ફેરબદલની અસરનું એનાલિસિસ કરવા તેમજ વધુને વધુ ડેટા એકઠા કરવાનું કામ સોંપ્યું હતું. તાજેતરમાં જીએસટીએ પાંચ 12, 18 અને 28 ટકાના દરો સાથે ચાર લેવલનું કરમાળું છે.

જીએસટીના 12 અને 18 ટકાને મળવાની યોજના

જીએસટી હેઠળ જરૂરી વસ્તુઓને કાં તો છૂટ અપાય છે અથવા તો તેને નીચલા કરના સ્લેબમાં મૂકવામાં આવે છે, જ્યારે લક્ઝરી અને બીનજરૂરી વસ્તુઓ પર ઉંચા દરો સ્લેબ લાગુ છે. લક્ઝરી અને બીનજરૂરી વસ્તુઓ પર સૌથી વધુ 28 ટકા સ્લેબની ઉપર ઉપ-કર લાગે છે. જીએસટીના 12 અને 18 ટકા કર સ્લેબને મળવાની વાત ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધી કોઈ પ્રસ્તાવ નથી આવ્યો. આશરે 12 ટકાની આસપાસ સરેરાશ જીએસટી દર 15.3 ટકથી નીચે દર ગયા છે. આને લઈ જીએસટી પર ચર્ચા શરૂ કકવાની જરૂર હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળ અને કર્ણાટક જેવા રાજ્ય હાલ જીએસટી સ્લેબમાં પરિવર્તનના પક્ષમાં નથી.

જીએસટી સ્લેબમાં કોઈ ફેરબદલની જરૂર નહીં

ઓગસ્ટમાં મંત્રી જૂથની બેઠક પછી પશ્ચિમ બંગાળના નાણાં મંત્રીએ જણાવ્યું કે, મેં કહ્યું છે કે, જીએસટી સ્લેબમાં કોઈ પરિવર્તન ન હોવું જોઈએ. કર્ણાટકના નાણામંત્રીએ પણ મંત્રી જૂથની બેઠકને આનું વિશ્લેષણ કરવા કહ્યું. કે શું જીએસટી સિસ્ટમ સાથે ચેડાંની જરૂરી છે, જે હવે મોટાપ્રમાણમાં સ્થિર થઈ ગઈ છે. તેમને વધુમાં પણ જણાવ્યું કે, આને બગાડવાથી તમને શું મળશે? અમે કહ્યું કે, આગામી જીએસટી બેઠકમાં આની પર ચર્ચા કરશે. છ સભ્યોની મંત્રી જૂથમાં યુપીના નાણાંમંત્રી સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ અને કેરળના નાણામંત્રી કે.એન. બાલગોપાલ પણ સામેલ છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય