Earth’s Axis Tilt : છેલ્લા બે દાયકામાં અતિશય ભૂગર્ભજળના શોષણથી પૃથ્વીની ધરી 31.5 ઇંચ સુધી નમી ગઈ છે. તાજેતરમાં જ થયેલા એક નવા અભ્યાસ પ્રમાણે પાણીના આ પુનઃવિતરણને કારણે વૈશ્વિક સ્તરે સમુદ્રના સ્તરમાં લગભગ 0.24 ઇંચનો વધારો થયો છે. જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવ્યું છે કે, ભૂગર્ભજળનું નિષ્કર્ષણ પૃથ્વીના પરિભ્રમણ ધ્રુવને ખસેડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિઓલ નેશનલ યુનિવર્સિટીના ભૂ-ભૌતિકશાસ્ત્રી કી-વિઓન સિઓમેટના નેતૃત્વમાં કરાયેલ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ સંબંધિત પરિબળોમાં ભૂગર્ભજળના પુનઃવિતરણની પૃથ્વીના પરિભ્રમણ ધ્રુવના ઝુકાવ પર સૌથી વધુ અસર પડે છે.