સૂર્ય, વૈદિક જ્યોતિષશાસ્ત્રનો સૌથી મહત્વપૂર્ણ ગ્રહ અને તમામ ગ્રહોનો સ્વામી, એક રાશિમાં લગભગ 30 દિવસ અને એક નક્ષત્રમાં લગભગ 15 દિવસ ભ્રમણ કરે છે અને દેશ, વિશ્વ, હવામાન, પ્રકૃતિ, રાશિ પર અસર કરે છે. 19 નવેમ્બર, 2024થી ગ્રહોના રાજા સૂર્ય, વિશાખા નક્ષત્રથી અનુરાધા નક્ષત્રમાં જશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અનુરાધા નક્ષત્ર એ શનિની માલિકીનું નક્ષત્ર છે. આ નક્ષત્રમાં સૂર્યનું ગોચર મોટાભાગની રાશિઓ માટે સાનુકૂળ પરિણામ આપતું નથી, જ્યારે કેટલીક રાશિના લોકોને મિશ્ર પરિણામ મળશે, જ્યારે કેટલીક રાશિઓ માટે તે ખૂબ જ સકારાત્મક પરિણામ આપનારું માનવામાં આવે છે.
સિંહ રાશિ
આગામી સમયમાં તમે આત્મવિશ્વાસથી છલોછલ થઇ જશો. તમારી નેતૃત્વ શક્તિના વખાણ થશે. તમે લીડર બનીને સારી રીતે છવાઇ જશો. રોકાણથી તમને લાભ થશે. નોકરીમાં પ્રમોશન થશે. પદોન્નતિ થશે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. પારિવારીક જીવનમાં ખુશીઓ છલકાશે. શારીરિક માનસિક સ્વાસ્થ્ય સારૂ રહેશે. તણાવથી મુક્તિ મળશે.
ધન રાશિ
ધન રાશિના જાતકોને અનુરાધા નક્ષત્રમાં સૂર્યના ગોચરથી સુતેલુ ભાગ્ય જાગશે. તમારો ઉત્સાહ અને ઉમંગ વધશે. જ્ઞાન પ્રાપ્તિમાં રસ વધશે. ધન કમાવવાના રસ્તાઓ ખુલશે. નોકરીમાં પદોન્નતિ થશે. માન સન્માન વધશે. માનસિક શાંતિ મેળવશો. આવકના રસ્તાઓ ખુલશે. શોખ પુરો કરી શકશો.
કુંભ રાશિ
અનુરાધા નક્ષત્રમાં સૂર્ય ગોચર કુંભ રાશિના જાતકને વધારે રચનાત્મક બનાવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. નોકરીમાં પ્રગત્તિ કરશો. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. અટકેલા કામ પૂર્ણ થશે. અશાંતિમાંથી શાંતિ મળશે. ક્લેશ ટળતા શાંતિ અનુભવશો. જે મનના સંકલ્પ હશે તે પૂર્ણ થશે. અટકેલા કામ પૂર્ણ થશે. ભાગ્યનો સાથ મળશે.