35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષઆ 3 મોટા ગ્રહોએ બદલી ચાલ, 3 રાશિને થશે છપ્પરફાડ ધન વર્ષા

આ 3 મોટા ગ્રહોએ બદલી ચાલ, 3 રાશિને થશે છપ્પરફાડ ધન વર્ષા


જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોનું પરિવર્તન જે તે વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા માટે જવાબદાર માનવામાં આવે છે. ક્યારેક અણધાર્યા પરિણામો મળે છે તો ક્યારેક ખરાબ અસર પણ જોવા મળે છે. તેવામાં 20 ઓક્ટોબર સુધીમાં તો 3 મોટા ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે. ગ્રહ અને સુખ-સમૃદ્ધિ આપનાર શુભ ગ્રહ શુક્રએ નક્ષત્ર બદલ્યુ. હવે 17 ઑક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં પરિવર્તિત થયો. ત્યારબાદ 20 તારીખે ગ્રહોના સેનાપતિ રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ 3 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન તમામ રાશિને પ્રભાવિત કરશે. પરંતુ 3 રાશિ એવી છે કે જેને ફાયદો જ ફાયદો કરાવશે.

મેષ રાશિ

  • મેષ રાશિના જાતકો માટે શુક્ર, સૂર્ય અને મંગળની ચાલમાં પરિવર્તન ખૂબ જ શુભ રહેશે.
  • વેપારી વર્ગને વેપારની નવી તકો મળી શકે છે. આવકમાં વધારો થશે અને વેપારમાં વિસ્તરણની શક્યતાઓ છે.
  • નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે.
  • કાર્યક્ષેત્રમાં માન-સન્માનમાં વધારો થશે.
  • તમારે વ્યવસાયિક યાત્રાઓ પર જવું પડી શકે છે, જે ફાયદાકારક સાબિત થશે.
  • પારિવારિક સંબંધો મજબૂત રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
  •  વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે છે.
  • સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ રાશિ

  • સિંહ રાશિના લોકોને શુક્ર, સૂર્ય અને મંગળની ચાલમાં આવતા ફેરફારોથી ઘણો ફાયદો થઈ શકે છે.
  • આ રાશિના વેપારીઓને વેપારમાં લાભ થશે.
  • નવા ગ્રાહકો સાથે સંપર્ક સ્થાપિત થશે અને વેપાર વધશે.
  • નોકરીમાં તમને સફળતા મળશે. કાર્યસ્થળ પર તમને નવી તકો મળશે.
  • તમારે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે મુસાફરી કરવી પડી શકે છે.
  • તમારા જીવનસાથી સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે.
  • વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે સારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકે છે.
  •  આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે. તમને માનસિક શાંતિ મળશે.

ધન રાશિ

  •  આ રાશિના વેપારીઓ માટે આ મહિનો આર્થિક રીતે સારો રહેશે.
  •  રોકાણથી લાભ થશે અને આવકમાં વધારો થશે.
  •  નોકરીમાં સ્થિરતા રહેશે. આવકમાં વધારો થશે.
  • તમારે શિક્ષણ અથવા ધાર્મિક કાર્ય માટે મુસાફરી કરવી પડી શકે છે.
  •  તમારું સામાજિક વર્તુળ વધશે. મિત્રો સાથેના સંબંધો ગાઢ બનશે.
  • સાહસિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. વિદ્યાર્થીઓને વિદેશ જવાની તક મળી શકે છે.
  • પાચન સંબંધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવાની જરૂર છે.

(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ પર આધારિત છે અને માત્ર માહિતી માટે જ આપવામાં આવી રહી છે. સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય