20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGPSC વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસથી ડાઉનલોડ થશે કોલ...

GPSC વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસથી ડાઉનલોડ થશે કોલ લેટર | GPSC Mains Exam Date Declared Know the More Details


GPSC Mains Exam Update : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી GPSC ક્લાસ 1-2ની કુલ 293 જગ્યા માટે ભરતીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. GPSC અંતર્ગતની વિવિધ જગ્યા માટેની પરીક્ષા માટેના ઉમેદવારો આગામી મહિનાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. મોટાભાગની પરીક્ષાઓ ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં પૂરી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 

GPSCની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર

GPSCની જાહેરાત ક્રમાંક 47/2023-24માં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 મળીને કુલ 293 જેટલી જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી. જેની પ્રિલિમ પરીક્ષાના પરિણામ બાદ મુખ્ય પરીક્ષા આગામી 20 ઑક્ટોબરથી 25 ઑક્ટોબરની અંદર યોજાશે. જેનો સમય બપોરના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રહેશે. આ ભરતીના કોલ લેટર 7 ઑક્ટોબરથી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવશે. જાહેરાત અંગેની વધુ માહિતી GPSCની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.

આ પણ વાંચો : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર

જાણો કયા વિષયની ક્યારે રહેશે પરીક્ષા

GPSC વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસથી ડાઉનલોડ થશે કોલ લેટર 2 - image

વર્ગ 1 હેઠળની જગ્યાઓ

ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) – કુલ જગ્યા 05

નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) – કુલ જગ્યા 26

જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) – કુલ જગ્યા 02

નાયબ નિયામક (વિકસતી જાતિ) – કુલ જગ્યા 01

વર્ગ 1ની કુલ 34 જગ્યા માટે ભરતી 

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં 20 PSIની આંતરિક બદલીના પોલીસ કમિશનરે આપ્યા આદેશ, જુઓ યાદી

GPSC વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસથી ડાઉનલોડ થશે કોલ લેટર 3 - image

વર્ગ 2 હેઠળની જગ્યાઓ

મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) – કુલ જગ્યા 98

સેક્શન અધિકારી (સચિવાલય) – કુલ જગ્યા 25

સેક્શન અધિકારી (વિધાનસભા) – કુલ જગ્યા 02

જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર – કુલ જગ્યા 08

નગરપાલિકા મુખ્ય અધિકારી – કુલ જગ્યા 04

સરકારી શ્રમ અધિકારી – કુલ જગ્યા 28

સમાજ કલ્યાણ અધિકારી – (અ.જા.ક.) કુલ જગ્યા 04

રાજ્ય વેરા અધિકારી – કુલ જગ્યા 67

મામલતદાર – કુલ જગ્યા 12

તાલુકા વિકાસ અધિકારી – કુલ જગ્યા 11

વર્ગ 2 હેઠળ કુલ 259 જગ્યા માટે ભરતી



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય