Internship Scheme Will be Launched Soon: કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. જેનાથી યુવાનોને નોકરીઓ મળવામાં મદદ મળશે. સાથે દરમહિને રાહત પેકેજ પેટે રૂ. 5000 આપવામાં આવશે. આ યોજનાની ગાઈડલાઈન ટૂંકસમયમાં જારી થઈ શકે છે. સરકાર યુવાનો માટે આ યોજના હેઠળ નવુ પોર્ટલ પણ ડેવલપ કરશે.
બજેટ 2024માં ઈન્ટર્નશિપ સ્કીમ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેને અમલમાં મુકવાની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ટૂંકસમયમાં આ અંગે ગાઈડલાઈન્સ આગામી સપ્તાહ સુધી જારી થઈ શકે છે. જેના માટે એક ઈન્ટર્નશિપ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે.
શું છે યોજના સંબંધિત નિયમો
યોજનાનો લાભ લેવા માટે યુવાનોએ અમુક માપદંડોને અનુસરવાના રહેશે. જેમાં ઈન્ટર્નની વયમર્યાદા 21થી 24 વર્ષની હોવી જોઈએ. તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 8 લાખથી વધુ હોવી જોઈએ નહીં. તેમજ ફોર્મલ ડિગ્રી કોર્સ કરી રહેલા અથવા નોકરી કરી રહેલા લોકો આ ઈન્ટર્નશિપનો લાભ લઈ શકશે નહીં. જો કે, ઓનલાઈન કોર્સ તથા વોકેશનલ ટ્રેનિંગ લઈ રહેલા યુવાનો આ યોજનાનો લાભ લઈ શકશે.
આ પણ વાંચોઃ મકાનોના ભાવમાં ધરખમ વધારો, આ શહેરોમાં ડબલ ડિજિટમાં કિંમતો વધતા માગ 11 ટકા ઘટી
ઈન્ટર્નને દરમહિને રૂ. 5000નું સ્ટાઈપેન્ડ
આ પ્રોગ્રામ હેઠળ સ્કિલ ડેવલપમેન્ટ મારફત નોકરી અને રોજગારી આપવામાં મદદ મળશે. જે અંતર્ગત કંપનીઓ યુવાનોને ટ્રેનિંગ આપી તૈયાર કરશે, અને નોકરી મેળવવામાં સહાયતા કરશે. પ્રત્યેક ઈન્ટર્નને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ યોજના હેઠળ યુવાનોને રૂ. 5000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ મળશે, તેના માટે રૂ. 500 કંપનીઓના સીએસઆર ફંડમાંથી જ્યારે સરકાર તરફથી રૂ. 4500 મળશે. સરકાર દરેક ઈન્ટર્નને રૂ. 6000નું વન ટાઈમ પેમેન્ટ કરશે.
કંપનીઓ ઉઠાવશે ખર્ચ
ઈન્ટર્નશિપ યોજના હેઠળ ટ્રેનિંગ દરમિયાન થતા ખર્ચનું વહન કંપનીઓએ જ કરવાનું રહેશે. જો કે, ત્યાં રહેવા અને ખાવાનો ખર્ચો યુવાનોએ કાઢવાનો રહેશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કંપનીઓ અને યુવાનો વચ્ચે એક ચેઈન બનાવવાનો છે, જેથી લોકોને સરળતાથી નોકરી મળી શકે અને કંપનીઓને સારી સ્કિલ ધરાવતા કર્મચારીઓ.