21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
21 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતStudentsનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારની નવતર પહેલ, Best Of Two Exams

Studentsનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારની નવતર પહેલ, Best Of Two Exams


રાજ્યના ધો.-૧૦ તથા ધો-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વર્ષ -૨૦૨૪માં નાપાસ થયેલા વધુમાં વધુ વિદ્યાર્થીઓને મળશે આ નવતર પહેલનો લાભ,ધો.૧૦ તથા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના નાપાસ અથવા ઓછા ગુણ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી, મુખ્ય અથવા પૂરક પરીક્ષા તે બે માંથી જે પરિણામ શ્રેષ્ઠ હશે તે પ્રમાણપત્ર આપવામાં આવશે

વિદ્યાર્થીઓને મળશે મોટો લાભ

‘Best Of Two Exam’ થકી રાજ્યના વિદ્યાર્થીઓને મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ વધુ હશે તે પરિણામ ગ્રાહ્ય રાખવામાં આવશે.વિદ્યાર્થીઓના આત્મબળ વધારવાના આ નિર્ણયથી વર્ષ-૨૦૨૪માં રાજ્યના ધોરણ-૧૦માં નાપાસ થયેલા અંદાજિત કુલ ૧.૨૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ -૧૨માં વિજ્ઞાન પ્રવાહના ૨૬ હજારથી વધુ તેમજ સામાન્ય પ્રવાહના ૫૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ મળીને કુલ ૨.૧૧ લાખથી વધુ નાપાસ વિદ્યાર્થીઓને લાભ મળશે.

શિક્ષણમંત્રીએ લીધો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત-૨૦૪૭નો સંકલ્પ ત્યારે જ સાકાર થશે, જ્યારે ભારતના તમામ બાળકો ભણી ગણીને શિક્ષિત થશે. રાજ્યમાં કોઈ પણ બાળક પોતાના ઓછા પરિણામના કારણે શિક્ષા અધુરી ન છોડે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

પરિણામની માર્કશીટ આપવામાં આવશે

આ નિર્ણયથી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ- ૧૦ અને ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ- ૧ર તમામ પ્રવાહના ઉમેદવારોને તમામ વિષયોની બોર્ડ નક્કી કરે તે માસમાં યોજાનારી પૂરક પરીક્ષા આપી પરિણામ સુધારવાની તક મળી શકશે, તેમજ ઉમેદવારે મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામ માંથી જે પરિણામ શ્રેષ્ઠ (Best of Two) હશે તે પરિણામ માન્ય-ગ્રાહ્ય રાખવામાં આવશે, આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીનો પરીક્ષામાં સારા પરિણામ આવ્યા છતાંય બીજી વાર પૂરક પરીક્ષા આપવા ઈચ્છે અને જો તેનો પરિણામ ઓછો આવે તો પણ તેના બે પરિણામો માંથી વધુ પરિણામની માર્કશીટ આપવામાં આવશે.

ડ્રોપ આઉટ રેશિયો ઘટશે

તેમજ કોઈ પણ વિદ્યાર્થીએ જે તે વર્ષની મુખ્ય પરીક્ષા આપી ન હોય તો તે ઉમેદવાર પૂરક પરીક્ષામાં બેસી શકશે નહિ, એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.રાજ્ય સરકારના ‘વિદ્યાર્થી હિતલક્ષી’ આ નિર્ણયથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટશે તેમજ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા હોય તથા પ્રથમ વખતે સારું પરિણામ કોઈ કારણસર ન લાવી શકયા હોય તેવા વિદ્યાર્થીઓને Best of Two Exam પૂરક પરીક્ષાના માધ્યમથી બીજી સોનેરી તક મળશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય