AAP Leader Gopal Italia say Amerelikand : 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એક વાર અમરેલીની પાટીદાર યુવતિને અન્યાયના મુદ્દે સુરત ફરી એક વાર એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. થોડા દિવસથી અમરેલીની પાટીદાર યુવતીની ધરપકડ અને અન્યાય બાદ આવેદનપત્ર અને દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે આજે પાલિકાના વિપક્ષ દ્વારા સુરતના પાટીદાર બહુમતિવાળા એવા વરાછા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ જનસભા યોજી હતી અને અમરેલીની ઘટનામાં દીકરીને ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગી હતી.
આ ઉપરાંત ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે જનસભા સંબોધતા સમયે જ સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. ગુજરાતમાં બનતી અનેક ઘટનામાં ન્યાય ન અપાવી શક્યાનું જણાવી ગોપાલ ઈટાલિયાએ માફી માંગવા સાથે સ્ટેજ પર પોતાને પટ્ટા મારીને આશ્વર્યજનક કાર્યક્રમ આપ્યો હતો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે.