31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગર'ઓછું ભણેલો છું પણ કોઈ પણ મુદ્દે ચર્ચા કરી શકું', સંઘવીની ચેલેન્જ...

‘ઓછું ભણેલો છું પણ કોઈ પણ મુદ્દે ચર્ચા કરી શકું’, સંઘવીની ચેલેન્જ પર ઈટાલિયાએ કહ્યું- આવી જાઓ | Gopal Italia accepts Harsh Sanghvis challenge to hold a public debate


Gopal Italia accepts Harsh Sanghvi’s challenge : જાહેરમાં ચર્ચા કરવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેલેન્જ આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી છે.  ઈટાલિયાએ કહ્યું છે કે, ‘ગૃહમંત્રીએ આપેલી ચેલેન્જનો હું ગોપાલ ઈટાલીયા સ્વીકાર કરું છું અને જાહેરમાં ચર્ચા કરવા માટે તારીખ, સમય અને સ્થળની જાણ કરે એવી માંગણી કરું છું.’ જેનો પત્ર ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી ચેલેન્જ

પત્રમાં ઈટાલિયાએ લખ્યું છે કે, “ગુજરાતના ગૃહમંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છો ત્યારે સોશિયલ મીડિયામાં અવારનવાર તમારા ભણતરને લઈને ‘આઠ પાસ મંત્રી’ જેવો આરોપ મૂકાઈ રહ્યો છે.  તાજેતરમાં ખાનગી ન્યૂઝ ચેનલ પર એક ઇન્ટરવ્યુમાં તમને સવાલ પૂછવામાં આવ્યો કે, તમે ઓછું ભણેલા આઠ પાસ મંત્રી છો એવા આરોપો અંગે શું કહેશો? જેના જવાબમાં તમે જણાવ્યું હતું કે, ‘હું (હર્ષ સંઘવી) ભલે ઓછું ભણેલ છું પરંતુ રોજ નવું નવું શીખું છું. આઈએએસ અધિકારી પાસેથી હું શીખું છું.’ આવો જવાબ આપીને તમે મીડિયાના મંચ પરથી વિરોધીઓને ચેલેન્જ મારતા કહેલ કે વિરોધીઓ સાથે ખુલ્લા મંચ પર કોઈપણ વિષય અંગે ચર્ચા કરવા માટે ચેલેન્જ આપું છું.”

ઈટાલિયાએ લખ્યું કે, “તમે ઓછું ભણેલ હોવા છતાં કોઈપણ વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવાની ચેલેન્જ મારી છે તેને હું ગોપાલ ઈટાલિયા નાગરિક તરીકે સ્વીકાર કરું છું અને તમારી સાથે જાહેર ચર્ચા કરવા માટે તૈયાર છું. તમે જે સરકારમાં મંત્રાલય સંભાળો છો તે વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે હું તમારી ચેલેન્જ સ્વીકારું છું.”

'ઓછું ભણેલો છું પણ કોઈ પણ મુદ્દે ચર્ચા કરી શકું', સંઘવીની ચેલેન્જ પર ઈટાલિયાએ કહ્યું- આવી જાઓ 2 - image

હર્ષ સંઘવીએ શું આપી ચેલેન્જ?

ખાનગી ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, “તમારા અભ્યાસને લઈને તમારા પર પ્રહાર કરાઈ રહ્યા છે કે તમે આઠ પાસ છો.” જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, “તેના ડેટા ખોટા છે, આરોપ યોગ્ય છે. હું ઓછું ભણેલો છું. પરંતુ હું દરરોજ નવી નવી વસ્તુઓ શીખું છું. દિવસ-રાત કામ કરતા માળી પાસેથી શીખું છું. આઈએએસ પાસેથી પણ શીખું છું. અનુભવી લીડર પાસેથી શીખું છું. મારી પાસે આવતા દરેક નાગરિક પાસેથી પણ શીખવાનો પ્રયાસ કરું છું. ભણતર જરૂર ઓછું છે. પરંતુ દિલચસ્પી દરેક વિષયમાં આજે પણ એટલી જ છે. જે લોકો આરોપ લગાવે છે તેમને કોઈપણ વિષય પર ચર્ચા કરવી હોય તેઓ ખુલ્લા મંચ પર આવવા તૈયાર રહે, હું તૈયાર છું. તેમને ઈકોનોમી, વિકાસ કે ટુરિઝમ… દરેક વિષય માટે હું તૈયાર છું.”



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય