– ગૂગલની વિલો ચીપથી ક્વોન્ટમ કમ્પ્યુટિંગની દુનિયામાં ક્રાંતિ આવશે
– વિલો ચીપથી સજ્જ નવા ક્વોન્ટમ કમ્પ્યુટર બેટરી ટેકનોલોજી, મેડિસિન અને એઆઈ ક્ષેત્રમાં નવા પડકારોને ઝીલી શકશે
– ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટેની આ ચીપ બનાવવા ગૂગલ ખાસ ફેબ્રિકેશન ફેસિલિટી ઉભી કરશે
સાન્ટા બાર્બરા : ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જે તેવી તેની નવી ચીપ ‘ગૂગલ વિલો’ લોન્ચ કરી દીધી છે. આ ચીપ ક્વોન્ટમ કમ્પ્યુટર્સના ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે. ગૂગલે કહ્યું કે, આ ચીપ નેક્સ્ટ જનરેશન ચીપ છે, જે સુપર કમ્પ્યુટર કરતાં પણ અનેક ગણી વધુ ઝડપી છે.